પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક નિરાધાર વ્યકિતઓને "પ્રભુજીનો આશરો” - At This Time

પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક નિરાધાર વ્યકિતઓને “પ્રભુજીનો આશરો”


પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક નિરાધાર વ્યકિતઓને
"પ્રભુજીનો આશરો”

રાજકોટ માં કુવાડવા મેઈન રોડ, નવાગામ બેડીપરા પોલીસ ચોકીની સામે, લાલ હનુમાન મંદિરની પાછળ આવેલ પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક નિરાધાર વ્યકિતઓનું સેવાધામ ‘પ્રભુજીનો આશરો'' કાર્યરત છે. સંસ્થામાં માનસિક અને નિરાધારોની સારી સાર સંભાળ રાખવામાં આવે છે. સંસ્થાના કાર્યકરો માનસિક નિરાધારોને તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે. અત્યારે સંસ્થામાં ૪૦ જેટલા માનસિક નિરાધારોને આશરો આપવામાં આવ્યો છે. જેને નવડાવવાં–ધોવડાવવા, નાસ્તો, ચા, ભોજન સહિતના કાર્યો સમય—સમય પર કરવામાં આવે છે અને જરૂર પડે આરોગ્ય વિષયક બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. સંસ્થા માને છે કે, નિઃસ્વાર્થ ભાવે આવા કાર્યો સતત થવા જોઈએ અને શકય તેટલી યોગદાન સૌ કોઈએ આપતા રહેવું જોઈએ જેથી કરીને નિઃસ્વાર્થ ભાવે થતા કાર્યોને વેગ મળતો રહે અને આવા કાર્યો હાથ ઉપર લેતી વ્યકિત અને સંસ્થાઓને પણ પ્રેરણા મળતી રહે તે ખૂબ જરૂરી છે.સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અનેકો નિરાધાર વ્યકિતઓને સાજા કરી અને તેમના પરીવાર સાથે પુનઃ મીલન કરાવેલ છે. માનસિક નિરાધાર વ્યકિત પુનઃ સાજો થાય તેની યાદ શકિત પરત આવે તે માટે નિષ્ણાંત તબીબોની પણ સેવા લેવામાં આવે છે. સંસ્થા દ્વારા આવા નિરાધાર વ્યકિતઓને આશરો આપી અને તેમની બનતી સારસંભાળ રાખવામાં આવી રહી છે. સંસ્થા આવા કાર્યોને આગળ ધપાવી શકે તે માટે આર્થિક રીતે મદદરૂપ થવા ઇચ્છતી વ્યકિતઓને પણ સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.
રખડતાં—ભટકતાં માનસિક, પીડિત વ્યકિતઓને આમ જનતા પાગલ કહીને સંબોધન કરતી હોય છે ત્યારે આપણે તેને સહાનુભૂતિ પૂર્વક માનવીય અભિગમ દાખવી તેની સેવા કરી અને તેને પુનઃ સ્થાપિત કરવા પ્રયત્ન કરીએ તે ખૂબ જરૂરી છે. સંસ્થા આવા વ્યકિતઓને બાલ,દાઢી કટીંગ કરાવી, સ્નાન કરાવી, નવા વસ્ત્રો પહેરાવી, દરરોજ ૩ ટાઈમ ભોજન કરાવે છે તેમજ સવારે યોગ, કસરત, ગીત–સંગીત તથા ભજન સંભળાવવામાં આવે છે જેથી તેમની સારવારથી તેમની યાદશકિત પાછી લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
સંસ્થા દ્રારા ચાલતી કાયમી તિથી યોજના જેમાં ભોજન વિતરણ વાર્ષિક કાયમી તિથીનું ભોજન રૂા. ૫૧,૦૦૦૦, બર્થ–ડે લગ્ન વર્ષગાંઠ નિમીતે એક દિવસનો ભોજનનો લાભ રૂા.૩૫૦૦, આખા દિવસનું ભોજન રૂા.9000, સવારના ગરમ નાસ્તો એક દિવસનો રૂા. ૧૫,૦૦, બપોરનો નાસ્તો (એક દિવસનો) રૂા. ૧૧,૦૦, એક નિરાધાર માનસિક વ્યક્તિનો દવાનો ખર્ચ મહિનાનો રૂા. ૨૫૦૦ અંદાજીત થાય છે. હાલમાં સંસ્થા દ્વ્રારા માનસિક અને નિરાધાર લોકોનો સેવાયજ્ઞ પતરાવાળા કામચલાઉ શેડમાં કાર્યરત છે સંસ્થા આગામી સમયમાં પાકા સ્લેબવાળા રૂમનું બાંધકામ કરવાનું વિચારી રહી છે તો આ સેવાયજ્ઞમાં ઉદાર ચિતે દાન આપવા અને જોડાવવા સંસ્થા દ્વ્રારા અપીલ કરવામાં આવી છે.
પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક નિરાધાર વ્યકિતઓને “પ્રભુજીનો આશરો' સંસ્થાના પ્રમુખશ્રી નિતાબા વિજયસિંહ જાડેજા, ઉપપ્રમુખશ્રી વિજયસિંહ પૃથ્વીસિંહ જાડેજા, ખજાનચીશ્રી યુવરાજસિંહ વિજયસિંહ જાડેજા, મંત્રી–સેક્રેટરીશ્રી મહંતશ્રી સંતોષગીરી બાપુ ગુરૂશ્રી મહંતશ્રી ઉપ સભાપતી ગોપાલગીરીબાપુ (જુના અખાડા, અંજાર–કચ્છ), સહમંત્રી–જનરલ સેક્રેટરી ભરતભાઈ સુથાર (માજી સૈનિક) સહિતના ખૂબ સુંદર રીતે કાર્યભર સંભાળી રહયાં છે.
રાજકોટ શહેર કે આસપાસના વિસ્તારમાં આવા કોઈ નિરાધાર માનસિક વ્યકિત ધ્યાનમાં આવે તો સંસ્થાનો સંપર્ક કરવો જેથી સંસ્થાના કાર્યકરો આવી આવા વ્યકિતઓને સંસ્થામાં પ્રેમ પૂર્વક લઈ જશે અને સંસ્થામાં તેમની પ્રભુ સેવા જશે. સંસ્થા દ્વારા મો.નં.૯૯૨૫૦ ૨૪૯૬૬ તથા મો.નં. ૭૮૭૪૩૦૫૦૪૧ પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.