બોટાદ-ધંધુકા-ગાંધીગ્રામ ટ્રેન આગામી તા. ૯મી જાન્યુ. સુધી બંધ રહેશે
બોટાદ- ધંધુકા-ગાંધીગ્રામ ટ્રેન આગામી તા. ૯મી જાન્યુ. સુધી બંધ રહેશે
સાબરમતી યાર્ડમાં ઈજનેરી કામને કારણે રેલ્વે વિભાગે ટ્રેન હંગામી ધોરણે બંધ કરી.
રેલ્વે વિભાગ દ્વારા બોટાદ- ગાંધીગ્રામ વચ્ચે ચાલતી ટ્રેન ૧૬ ડીસેમ્બરથી ૯ જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્યણ લેતા મુસાફરો માટે માઠા સમાચાર આવ્યા છે.
બોટાદ-ધંધુકા-ગાંધીગ્રામ વચ્ચે ચાલતી ટ્રેન તા.૧૬મીથી બંધ કરાઈ છે. બોટાદ- ધંધુકા- ગાંધીગ્રામ જતી લોકલ ટ્રેન અને ગાંધીગ્રામ-ધંધુકા-બોટાદ જતી ટ્રેન તા. ૯મી જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય રેલ્વે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે ભાવનગર ડીવીઝનના સીનિ. ડીસીએમ માશુક અહેમદે જણાવ્યુ કે,તા.૧૬મી ડીસેમ્બરથી તા. ૯ જાન્યુઆરી સુધી બોટાદ ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ બોટાદ ટ્રેનને રદ કરાઈ છે. સાબરમતી યાર્ડમાં રેલ્વેના એન્જીનીયરીંગ કામ ચાલી રહયુ છે. મોટાપાયે એન્જીનીયરીંગ કામગીરી હાથ ધરાનાર છે. જેના કારણે હંગામી ધોરણે બોટાદ-ધંધુકા-ગાંધીગ્રામની ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ગાંધીગ્રામ -ધંધુકા-બોટાદ વચ્ચે દોડતી સવારે ગાંધીગ્રામ સ્ટેશનથી ૭ વાગે ઉપડતી ટ્રેન રદ કરાઇ છે તો બોટાદથી દરરોજ ૫ કલાકે ઉપડતી ટ્રેન હાલ રદ કરાઈ છે. જો કે રેલ્વે તંત્ર દ્વારા આ ટ્રેન સિવાયની બાકી તમામ ગાડીઓ નિયમિત રીતે ચાલશે. યાર્ડનુ કામ પુર્ણ થયે ફરી બોટાદ ગાંધીગ્રામ ટ્રેન શરૂ કરાશે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.