સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કર્યું, નવસારી પોલીસે છૂટકારો અપાવ્યો - At This Time

સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કર્યું, નવસારી પોલીસે છૂટકારો અપાવ્યો


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ચંદ્રનગરમાં રહેતા 73 વર્ષીય વ્રજલાલ ચત્રભુજભાઈ કોઈશા અને તેમનો પુત્ર કાપડનો વ્યવસાય કરે છે તેઓએ મહારાષ્ટ્રના શખ્સ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા આ નાણાંની લેતી દેતી બાબતે બન્ને વચ્ચે મનદુ:ખ ચાલ્યુ આવતુ હતુ. ત્યારે તા. 11 મી ડિસેમ્બરના રોજ વ્રજલાલ કોઈશા અમદાવાદ ગયા હતા અને ત્યાંથી ચાર શખ્સોએ તેઓનું કારમાં અપહરણ કર્યુ હતુ અને નવસારી બાજુ લઈને જતા હતાં ત્યારે આ અંગેનો મેસેજ નવસારી પોલીસને મળ્યો હતો આથી નવસારી એલ.સી.બી પીઆઈ ડી.એસ.કોરાટ સહિતનાઓ દ્વારા વાસદા વધઈ હાઈવે પર નાકાબંધી કરાઈ હતી જેમાં પસાર થતી મહારાષ્ટ્ર પાસીંગની ઈકો સ્પોર્ટસ કારને અટકાવી તપાસ કરાતા અપહ્યત અને અપહરણકારો મળી આવ્યા હતા આથી અપહરણકારોની ધરપકડ કરીને અપહત વૃધ્ધને સુરેન્દ્રનગર તરફ રવાના કરાયા હતા સુરેન્દ્રનગર શહેરમાં આ બનાવ પ્રકાશમાં આવતા ભારે ચકચાર જાગી છે સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.