પડવદર અને ગુંદાળા ગામે ગઢડાના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા
પડવદર અને ગુંદાળા ગામે ગઢડાના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા
સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે બોટાદના ગઢડા તાલુકાના પડવદર અને ગુંદાળા ગામે ધારાસભ્ય શંભુપ્રસાદજી ટૂંડીયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય શંભુપ્રસાદજી ટૂંડીયાએ સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે,પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભો ઘર આંગણેથી જ મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા.રાજ્ય સરકાર દ્વારા લોકોનાં ઘર સુધી યોજનાકીય લાભો પહોંચાડવામાં આવી રહ્યાં છે જેથી જરૂરિયાતમંદ લોકો તેનો અવશ્ય લાભ લે અને વિકાસની હરોળમાં સામેલ થાય.કાર્યક્રમમાં ઉપસ્થિત મદદનીશ ખેતી નિયામક કે.બી.રમણા દ્વારા ખેડૂતોને કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણ તથા વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ધારાસભ્ય શંભુપ્રસાદજી ટૂંડિયાએ વિવિધ વિભાગો દ્વારા ઉપલબ્ધ કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. પડવદર અને ગુંદાળા ગામે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી રાજુભાઈ ચૌહાણ,મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી,સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.