ગામના મુખ્ય રસ્તાની દિવાલો પર સ્વચ્છતા અંગે સંદેશાથી લોકો થઇ રહ્યાં છે પ્રભાવિત
ગામના મુખ્ય રસ્તાની દિવાલો પર સ્વચ્છતા અંગે સંદેશાથી લોકો થઇ રહ્યાં છે પ્રભાવિત
બોટાદ તાલુકાના કારીયાણી ગામમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ લેવાયેલા સક્રિય પગલાં અન્ય ગ્રામીણ સમુદાયો માટે પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનનો હેતુ સ્વચ્છતા જાળવવાની સાથેસાથે ગામડાંઓ માટે ટકાઉ અને સ્વસ્થ ભવિષ્યની ખાતરી કરીને રહેવાસીઓમાં ગૌરવ અને જવાબદારીની ભાવનાને પણ વેગ આપવાનો છે.સ્વચ્છતા જાળવવાની શરૂઆત આપણે આપણાં જ ઘર,ફળિયા,શેરી અને ગામથી કરવી જોઇએ તેવો શુભ સંદેશ પૂરો પાડતા સંદેશાઓથી કારિયાણી ગામની દિવાલો પણ હવે સ્વચ્છતાના સૂર રેલાવતી થઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.