નેત્રંગ નગરમા રેલ્વે સ્ટેશન પાસે બનાવેલ શોષ ખાડાનુ ઢાંકણ તુટી પડતા અકસ્માત નો ભય. - At This Time

નેત્રંગ નગરમા રેલ્વે સ્ટેશન પાસે બનાવેલ શોષ ખાડાનુ ઢાંકણ તુટી પડતા અકસ્માત નો ભય.


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ.

નેત્રંગ નગર મા સ્ટેશન વિસ્તારમા મેઇન રોડ સાઇડ પર ગ્રામપંચાયત ની માલિકીની જગ્યા મા રહેતા લોકો થકી ધર વપરાશ સહિત ગટરના પાણીનો નિકાલ બેફામ રીતે કરવામા આવતા, ગટરનુ ખરબ પાણી ગ્રામપંચાયત સેવાસદન ની સામે થઈ ને મુખ્ય પ્રાથમિક શાળા સુધી રેલમછેલ થતા લોકો હેરાનપરેશાન થઈ ઉઠીયા હતા, અને પંચાયત સતાધિશો સામે રોષ ઠાલવી પાણી ના નિકાલ બાબતે કાયમી નિરાકરણ લાવવા માટે ની રજુઆત કરાતા, રેલ્વે સ્ટેશન પાસે જુના ગ્રામપંચાયત ના જકાતનાકા વાળી જગ્યા મા થોડા દિવસો પહેલાં જ શોષ ખાડો બનાવવામા આવ્યો, જેની કામગીરી તકલાદી હોવાને લઈ ને ઢાંકણ તુટી પડતા લોકોને અકસ્માત નો ભય સંતાડી રહ્યો છે. ત્યારે ગ્રામપંચાયત સતાધિશો તુટેલા ઢાંકણ ને લઇ ને કોઇ મોટો અકસ્માત ન બને તે પહેલા નિરાકરણ લાવે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.