ધોરણ ૧૧-૧૨માં ૬ હજાર જેટલા જ્ઞાન સહાયક માટે આજથી અરજી કરી શકાશે
ધોરણ ૧૧-૧૨માં ૬ હજાર જેટલા જ્ઞાન સહાયક માટે આજથી અરજી કરી શકાશે
શિક્ષક અભિરુચિ કસોટી મુજબ ૧૫ હજાર ઉમેદવાર અરજી માટે લાયક
ઉચ્ચ માધ્ય.ની ભરતી બાદ માધ્યમિકની જગ્યા માટે વધુ એક રાઉન્ડ થશે.
રાજ્યના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ધોરણ.૧૧ અને ૧૨માં અંદાજે સાડા પાંચથી છ હજાર જેટલી જગ્યા પર કરાર = આધારીત જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત અપાઈ છે, જે મુજબ શુક્રવારથી ઉમેદવારો અરજી કરી શકશે. રાજ્ય પરીક્ષા - બોર્ડ દ્વારા લેવાયેલી શિક્ષક અભિરૂચી કસોટીમાં ૧૫ હજાર ઉમેદવારો અરજી માટે લાયક થયા છે. ઉચ્ચત્તર માધ્યમિકમાં - ભરતી બાદ માધ્યમિકની ખાલી જગ્યા માટે વધુ એક રાઉન્ડ જાહેર કરાશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.૧૧ અને ૧૨ના શિક્ષક માટેની અભિરૂચી કસોટીનું પરિણામ જાહેર કરાયા બાદ હવે કરાર આધારીત જ્ઞાન સહાયકની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ઉમેદવારોએ ૮ થી ૧૭ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજીની રહેશે. જ્ઞાન સહાયકની જગ્યાઓ માટે માસિક ફિક્સ મહેનતાણું રૂ. ૨૬ હજાર નક્કી કરાયેલું છે અને આ માટે ૪૨ વર્ષની વયમર્યાદા નક્કી થઈ છે. જ્ઞાન સહાયકની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીઓ મંગાવી વેબસાઈટ પર જઈને ઉમેદવારોએ ઓનલાઈન અરજીની રહેશે. મુખ્ય પરીક્ષામાં રાજ્યમાંથી ૪૧૨૫૦ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.