વ્યક્તિત્વ કેળવણી ના પિતામહ અનેક વિધ સેવા નો પર્યાય ટી ડી પટેલ ના ૭૪ માં જન્મ દિન ઓમશાંતિ વિદ્યાલય ખાતે ઉજવણી
વ્યક્તિત્વ કેળવણી ના પિતામહ અનેક વિધ સેવા નો પર્યાય ટી ડી પટેલ ના ૭૪ માં જન્મ દિન ઓમશાંતિ વિદ્યાલય ખાતે ઉજવણી
મોરબી મૂળ સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લા ના નાના એવા ખાંભડા ગામ ઠાકરશીભાઈ મોરજા સાદગી સત્ય કરુણા ના હિમાયતી એ સૌરાષ્ટ્ર માં પેરિસ ગણાતા મોરબી ને કર્મભૂમિ બનાવી ટી.ડી પટેલ નામ થી ખૂબ પ્રચલિત સેવા પુરુષ ટી ડી પટેલ અનેક વિધ સેવા ના પર્યાય એ આજ થી ૩૦ વર્ષ પહેલા ઑમશાંતિ વિદ્યાલયની સ્થાપના કરી શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવનાર ટી.ડી.પટેલ ને તેમના ૭૪ જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છા હજારો કર્મવિરો જૂન ૧૯૯૩ માં આજથી ૩૦ વર્ષ પહેલા ઓમશાંતિ વિધાલય મોરબીમાં શરુ થઇ ત્યારે મોરબીમાં બહુ ઓછી શાળાઓ હતી ઓમશાંતી વિદ્યાલય મોરબીમાં સૌ પ્રથમ એવી શાળા હતી જેમાં એક વર્ગમાં ચાર પંખા ,વિધાર્થીની ઉંચાઈ મુજબ બેન્ચ વિધાર્થી માટે વોટર કુલર ,સ્ટેજ સાથે બ્લેક બૉર્ડ ૧૯૯૪ થી શિક્ષકોની પસંદગી માટે પરીક્ષા અને વર્ગખંડમાં તેનું શિક્ષણકાર્ય ચકાશવું ,વિધાર્થીની સલાહકાર સમિતિ ,દર મહિને શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન માટે મિટિંગ ,વાલી શાળાએ આવી શિક્ષણ ચકાશે તેવી વાલી સમિતિ ,વાલી ને જવાબ પેપરો ઘેર જોવા આપવા ,વિધાર્થી રજુઆત કરવા સીધા ઓફિસમાં પટેલ પાસે આવી શકે ,શાળામાં સજેશન બોક્સ જેમાં વિધાર્થોઓ સજેશન કરે અને ત મુજબ ફેરકાર થાય અને વિધાર્થી ઓને હોમવર્ક બહુ ઓછું અને આ બધું ૧૯૯૪ માં આજથી ૩૦ વર્ષ પહેલા અને આજે પણ આજ પદ્ધતિથી શાળાનું સંચાલન જેના ફળસ્વરૂપે શાળાના અનેક વિધાર્થીઓ ડોક્ટર ,એન્જીનીયર ,અને સરકાર કચેરીમાં ઉચ્ચહોદા પર અને મોટી ફેક્ટરીના સંચાલકો છે અને આજે પણ ઓમશાંતિ વિધાલયને અને ટી.ડી પટેલ ને યાદ કરે છે ,અને ઓમશાંતિ વિદ્યાલયમાં શૈક્ષણિક કાર્ય કરેલ શિક્ષકો દ્વાર મોરબીની જુદીજુદી ૪ નામાકીંત શાળાઓમાં સંચાલક અને તે શાળાના શિક્ષકો દ્વારા મોરબીની અન્ય શાળાની સ્થાપના ,શિક્ષણક્ષેત્રે મોરબીની આ હરણફાળનો તમામ શ્રેય ટી.ડી.પટેલ ને જાય તેથી હું તેમને મોરબીના આધુનિક શિક્ષણ ભીષ્મપિતામહ કહી શકાય માત્ર મોરબી જ નહિ પણ અન્ય શહેરો કે ગામડામાં ચાલતી શાળાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે કે માર્ગદર્શક છે મોરબી ની ઝૂંપડપટ્ટીના બાળકો માટે સ્કૂલ ઓન વહીલ્સ પ્રોજેક્ટ ચલાવે છે જેમાં બસમાં શિક્ષણ આપવામાં આવે છે જેમાં બાળકોને નાસ્તો. પાઠયપુસ્તકોં આપવામાં આવે અને બે શિક્ષકો ડ્રાયવર અને બસ ફાળવેલ છે જેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડેલ છે ઓમશાંતિ વિદ્યાલયમાં અનાથ આશ્રમની બાળાઓને ફ્રી શિક્ષણ અન્ય આર્થિક જરૂરિયાતમંદ હોય તેમના બાળકોને ફી માફી કદાચ ગુજરાતમાં બહુ ઓછી સેલ્ફફાઇનાન્સ શાળાઓ હશે જેમાં આટલી મોટી સંખ્યામાં ફી માફી આપવામાં આવતી હશે , શૈક્ષણિક ક્ષેત્રજ નહિ સામાજિક ,સેવાકીય,રાજકીય ,ધાર્મિક ક્ષેત્રોમાં તેમનું યોગદાન અમૂલ્ય અને શિક્ષણ જેટ્લુજ છે જેની જાણ કદાચ બહુ ઓછા લોકોને હશે .
સેવાકીય અને સામાજિકક્ષેત્ર યોગદાન પતિ પત્નીના ઝગડા માટે સમાધાનપંચ હજારો કેસોમાં સમાધન , લોકોને રંજાડતા ગુંડાઓ સામે અભિયાન , ભૂકંપ ,કોરોના ,હોનારત જેવી કુદરતી આપત્તિમાં લોકોને મદદ માટે ફૂડપેકેટો , દવાઓ ,રાશન ,રોકડ સહાય ,અન્ય શહેરો કે ગામડાની શાળાઓ ને બિલ્ડીંગ બનાવવા , ફર્નિચરની સહાય ,હજારો લોકોને ગાડીમાં લિફ્ટ વૃદ્ધ વડીલો ને સાધન સહાય ,રાજકોટમાં હજારો લાવારીશ ડેડબોડી અંતિમવિધિ ,કેન્સરના દર્દીઓ માટે ઓમ સંજીવની દવાનું ઉત્પાદન લોકોને મકાન બાંધી આપવા કે મકાન બાંધવા સહાય ગરીબ વિધાર્થીની ઉચ્ચ અભ્યાસ માટે ફી સહાય કરી તેમને ડોક્ટર એન્જીનીયર બનાવ્યા ,વિધવાઓને રોકડ સહાય ,વૃદ્ધાશ્રમ ટ્રસ્ટી અન્નક્ષેત્રમાં ટ્રસ્ટી પરબોનું બાંધકામ ,આદિવાસી સમૂહ લગ્નો અને તેમને તમામ કરિયાવર અને અનેક સમૂહલગ્નો માટે આર્થિક સહાય , ,મેડિકલ કેમ્પો વેદો દ્વારા લોકોં આયુર્વેદિક સારવાર માટે કેમ્પો ,સરકારી ઓફિસોમાં લોકોના કાર્યો માટે સહાય અને માર્ગદર્શન
ધાર્મિકક્ષેત્ર કોઈ અંધશ્રદ્ધા કે. ધતીંગોમાં ન માનનાર ટી.ડી પટેલ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું સમગ્ર ભારતમાં કોઈ પણ જગ્યા સેન્ટર બંધાતું હોય તેમને સહાય કરે છે તેમની તમામ ગ્લેઝ ,લાદી પોતાના ખર્ચે મોકલેલ છે ભારત ભરમાં ના હજારો સેન્ટરોને સહાય કરેલ છે , ગૌશાળાઓ બાંધકામ કે ગાયોને ઘાસચારો આપવા સહાય ,અંધશ્રદ્ધા દૂર કરવા સેમિનારોનું આયોજન અને પ્રવચનો ,સ્વામી સચિદાનંદ દંતાલીવાળાના લેખિત હજારો પુસ્તકોની ખરીદી અને ફ્રી વિતરણ .
રાજકીય ક્ષેત્રે ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ટી.ડી.પટેલ ની સાહસિકતા નીડરતાથી પ્રભાવિત થઇ તેમના ખાસ સલાહકાર તરીકે પસંદ કરેલ અને મોરબીમાં આવી પટેલ દ્વારા સ્થપાયેલ સમાજ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરેલ જેમાં આજના અનેક ધારાસભ્યો અને સામાજિક ક્ષેત્ર આગવું સ્થાન ધરાવતા લોકો સભ્યો હતા અને તાલીમ મેળવેલ અને આજે લોકસેવાના કર્યો માં અગ્રેસર રહે છે
બહુમુખી પ્રતિભા ધરાવતા ટી.ડી.પટેલ વનમેન આર્મી છે ,તેમના તમામ સેવાકીય કાર્ય તેમની પોતા ની મિલ્કત માંથી કરે છે કોઈની પાસે કોઈ ફંડ કે ફાળો લીધેલ નથી અને તેઓ કહે છે કે મારી તમામ સંપત્તિ રાષ્ટ્રની છે અને તેનો ઉપયોગ રાષ્ટ્ર માટે કરીશ ટી.ડી.પટેલ ની જરૂરિયાત બહુ સીમિત છે એક કપડાંની જોડ દસ વર્ષ સુધી પહેરવી ઘણીવાર કપડાં ફાટી ગયા તો કહે કોઈ વાંધો નહિ આટલી સાદગી કોઈ વ્યસન નહીં કોઈ બિનજરૂરી ખર્ચ નહિ ઓમશાંતિ વિદ્યાલયના શિક્ષકો અને વિધાર્થી ઓએ ટી.ડી.પટેલ જન્મદિવસ સ્વયંભુ ખુબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવેલ છે અને તેમના આ વિરાટ સેવા કાર્ય અને વ્યક્તિત્વને નમન કરે છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.