શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત. ગીતા જયંતિ ઉપર વક્તત્વ સ્પર્ધાનું સુંદર આયોજન ભાગ લેવા અનુરોધ
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત.
ગીતા જયંતિ ઉપર વક્તત્વ સ્પર્ધાનું સુંદર આયોજન ભાગ લેવા અનુરોધ
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ચાલો સૌ સાથે મળીને ગીતા જયંતિ ઉપર વક્તત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરીએ
બાળક ગીતા જેવા જીવન ગ્રંથની નજીક જાય તેમજ તેનામાં વકતૃત્વ અને કર્તૃત્વ શક્તિ ખીલે અને તેમના જીવનનો સર્વાગી વિકાસ થાય તે ઉદ્દેશ છે. બે કેટેગરીમાં વકતૃત્વ સ્પર્ધા થશે. (૧) ધોરણ ૫ થી ૮ સુધી (૨) ધોરણ ૯ થી તમામ વિદ્યાર્થીઓ જીવનમાં પથ દર્શક છે ગીતા.તા ૧૦/૧૨/૨૩ થી તા ૧૫/૧૨/૨૩ સુધી વિધાર્થીઓને પ્રાર્થનામાં ગીતા વિશે વાતો કરી ભાગ લેવા પ્રોત્સાહિત કરવા.તા ૧૬/૧૨/૨૩ થી ૨૦/૧૨/૨૩ સુધીમાં ક્લાસ વાઇજ ગીતા પૂજન (વકતૃત્વ સ્પર્ધા) કરી એક મિનિટથી વધુ બોલે તેમની યાદી કરવી તેમ જ સારું બોલનાર બે વિધાર્થીઓને પસંદ કરવા. તા ૨૧/૧૨/૨૩ થી ૨૬/૧૨ /૨૩ સુધીમાં શાળા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવું (શાળા કક્ષાની સ્પર્ધામાં નિર્ણાયક બીજી સ્કૂલમાંથી બોલાવવા
૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ગીતા જયંતી છે તો દરેક શાળા શાળા કક્ષાનું આયોજન ૨૬/૧૨/૨૦૨૩ સુધીમાં પૂરું કરીને ૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં પ્રથમ ત્રણ વિજેતા ના નામ તેમજ આપની શાળામાં એક મિનિટ કરતાં વધુ બોલ્યા હોય તેની સંખ્યા મોકલી આપશો જેથી પ્રમાણપત્ર તથા શિલ્ડ નિશ્ચિત સમય મર્યાદામાં થઇ શકે. શાળાની ફાઇનલ સ્પર્ધા વખતે નિર્ણાયક આપની શાળા સિવાયના જ રાખવા ફરજિયાત છે જેની ખાસ નોંધ લેવી.. (અન્ય શાળામાંથી પણ નિર્ણાયક બોલાવી શકાય) શાળાની ફાઇનલ સ્પર્ધા વખતે થોડા વાલીઓ તેમજ શાળા સાથે જોડાયેલા ગામના આગેવાનોને બોલાવવા જેથી શાળાની સુવાસ એટલી જ વધે.શાળામાં થતા રહેલ આયોજનના ફોટા અને વિડિયો ગ્રુપમાં પણ મુકતા રહેવા સમગ્ર આયોજન ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. એક મિનિટ કરતાં વધુ બોલનારને પ્રમાણપત્ર તેમજ એક થી ત્રણ નંબર આવેલી વ્યક્તિને પ્રમાણપત્ર સાથે શીલ્ડ આપવામાં આવશે શાળા આ કાર્યક્રમમાં ભાગ લે તો ૧૫/૧૨/૨૩ સુધીમાં નીચે આપેલા નંબર પર જાણ કરશો.મો.૯૪૨૬૯૨૫૬૬૯ કાર્યક્રમ સંદર્ભમાં કંઈ જરૂર પડે તો સંપર્ક કરશો તેવો અનુરોધ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.