કાર પાર્કિંગના મુદ્દે યુવાનને 3 શખ્સે માર મારી ધમકી દીધી
શહેરમાં રોજિંદા બની ગયેલા મારામારીના વધુ એક બનાવમાં મવડી પ્લોટ પાસે વિશ્વનગર-11માં રહેતા મહિપાલસિંહ જયરાજસિંહ ઝાલા નામના યુવાનને પૂંજા બારડ અને તેની સાથે બે અજાણ્યા શખ્સે માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવાનની ફરિયાદ મુજબ, શુક્રવારે મોટાભાઇની માલિકીની કાર લઇને કાલાવડ રોડ ડોમિનોઝ પિત્ઝા સામે આવેલા એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયો હતો. કારને પાર્કિંગવાળી જગ્યાએ પાર્ક કરતા પૂંજા બારડ પોતાની પાસે આવી અહીં કાર પાર્ક નથી કરવાની તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા તેના બે સાગરીત પણ ત્યાં ધસી આવ્યા હતા અને માર મારી ધમકી આપી હતી. બીજી તરફ ડોમિનોઝ પિત્ઝામાં મેનેજર તરીકે નોકરી કરતા પૂંજાભાઇ બારડે મહિલાપાલસિંહ અને તેની સાથેના ત્રણ શખ્સને કાર પાર્ક કરવાની ના પાડતા ઝઘડો કરી માર માર્યાની ગાંધીગ્રામ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.