RTOએ 546 વાહનધારકોને રૂ.18.83 લાખનો વેરો ભરવા નોટિસ ફટકારી - At This Time

RTOએ 546 વાહનધારકોને રૂ.18.83 લાખનો વેરો ભરવા નોટિસ ફટકારી


રાજકોટ જિલ્લા RTO તંત્ર દ્વારા વાહનવ્યવહારના બાકીદારો પર તૂટી પડવા માટે નિર્દેશ અપાયા હતા. છેલ્લા ઘણા સમયથી કરોડો રૂપિયાનો બાકી વેરો વાહનમાલિકો ભરતા ન હતા. આવા બાકીદારોને અનેક વખત નોટીસો ફટકારવા છતાં પણ લેણાની વસૂલાત નહી થતા ફરી એકવાર રાજકોટ જીલ્લા RTO તંત્રએ કાયદાનું શસ્ત્ર ઉગામ્યુ છે અને 546 જેટલા બાકીદારોને રૂ.18.83 લાખનો વેરો ભરવા નોટિસ ફટકારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.