અંજાર (કચ્છ) ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના કચ્છ આયોજીત ગો આધારિત સજીવ ખેતીનાં ઉત્પાદનોનું પ્રદર્શન અને વેંચાણ. - At This Time

અંજાર (કચ્છ) ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના કચ્છ આયોજીત ગો આધારિત સજીવ ખેતીનાં ઉત્પાદનોનું પ્રદર્શન અને વેંચાણ.


અંજાર (કચ્છ) ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત

સેવા સાધના કચ્છ આયોજીત ગો આધારિત સજીવ ખેતીનાં ઉત્પાદનોનું પ્રદર્શન અને વેંચાણ.

કચ્છ ગંભીર કોરોના કાળ પછી વર્તમાનમાં હદયરોગ, કિડની અને લીવર સહિતના અનેક ઘાતક રોગના અતિ ભયજનક રીતે વધતાં પ્રમાણ અને તેનાં દુષ્પરિણામોથી સમગ્ર સમાજ ચિંતિત છે ત્યારે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોથી પાકતાં અનાજ, શાકભાજી, ફળો અને ભેળસેળીયા ખાદ્ય તેલ તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ પરિસ્થિતિથી બહાર નિકળવાના ઉપાય તરીકે અંજારમાં આર.એસ.એસ.પ્રેરિત સેવા સાધના- કચ્છ દ્વારા ગાય આધારિત સજીવ ખેતીના અનાજ, શાકભાજી, ફ્ળફ્ળાદી અને વિવિધ ગોબર ઉત્પાદનોના તોરલ સરોવર (ખડિયા) પાસેના ખેડૂતો દ્વારા સીધા વેંચાણને વધુ વિસ્તારીત કરવામાં આવ્યું છે. ગાય આધારિત ખેતીથી અનેક ખેત પેદાશ પકવતા ખેડૂતોને યોગ્ય બજાર ભાવ મળે અને ખેત ઉત્પાદન ખરીદવા ઇચ્છુક ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક કરાવી આપવાનાં માધ્યમ તરીકે છેલ્લા ૩ વર્ષથી દર રવિવારે એક ગાય આધારિત સજીવ ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું અંજારમાં સંચાલન થઈ રહ્યું છે. અનેક ગામોના અનેક લોકો પણ આ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે. ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈ હવે દર રવિવાર ઉપરાંત ગુરુવારે પણ આ કેન્દ્ર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. 3 ડિસેમ્બરે રવિવારનાં રોજ શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી અને ગો કથાકાર ધનેશ્વરભાઈ જોષીની ઉપસ્થિતિમાં વેંચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે. આ તકે સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રાંત કાર્યવાહ મહેશભાઇ ઓઝા, સેવા સાધનાનાં પ્રમુખ માવજીભાઈ સોરઠિયા, નગર સંઘચાલક ડૉ. અમિતભાઈ પટેલ, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, વેલાભાઈ ઝરુ, વૈભવભાઈ કોડરાણી ઉપસ્થિત રહેશે. આ સમારંભ તોરલ સરોવર (ખડીયો), સ્ટેડીયમ ની બાજુમાં, અંજાર – કચ્છ ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સૌ ગાય અને આરોગ્ય પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વિશેષ માહિતી માટે વાલજી મરંડ (મો. 9925319278) અને મેઘજીભાઈ હિરાણી(મો. 94280 81175) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.