મનપાએ એક દિવસમાં 1431 સ્થળ ચકાસ્યા જેમાં 27 સ્થળે દેખાઈ ગંદકી
સીસીટીવીની મદદથી વોચ
12 શખ્સ વાહન પરથી થૂંકતા નજરે ચડતા ફટકારાયો ઈ-મેમો
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ સ્વચ્છતા માટે આકરા પગલાં લેવાના શરૂ કર્યા છે. જેને પગલે તપાસ કરાતા સેન્ટ્રલ ઝોનમાંથી 4, વેસ્ટ ઝોનમાંથી 16 અને ઈસ્ટ ઝોનમાંથી 4 એમ કુલ 24 શખ્સ જાહેરમાં ગંદકી કરતા તેમજ કચરો ફેંકતા નજરે ચડતા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અલગ અલગ ધંધાકીય પેઢીમાંથી 4.9 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.