“દામનગર પાણી પુરવઠા તંત્ર નો ભ્રષ્ટાચાર” કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના આલે લે ૪૦૦ મીમી ની એક કિમિ લોખડ ની લાઈન તણાઈ ગઈ અને દટાઈ ગયા નું તંત્ર નું તરક્ટ
"દામનગર પાણી પુરવઠા તંત્ર નો ભ્રષ્ટાચાર"
કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના
આલે લે ૪૦૦ મીમી ની એક કિમિ લોખડ ની લાઈન તણાઈ ગઈ અને દટાઈ ગયા નું તંત્ર નું તરક્ટ
દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં ચાલતા ભ્રષ્ટાચાર ની વારંવાર ની ફરિયાદો માં ગુજરાત સરકાર ના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સૌરાષ્ટ્ર ઝોન જૂનાગઢ સુધી વિગતે કરાયેલ રજૂઆતો માં તંત્ર જાતે પોતા ને જજસ્ટિ ફાઈ કરી અન્ય પરિબળો ને જવાબદાર ઠેરવી કરોડો ની કિંમત ની ૪૦૦ મીમી લોખડ ની લાઈન દટાઈ ગઈ સડી તણાઈ ગઈ હોવા નું પત્ર થી એકરાર કર્યો દામનગર માં આવો ભારે વરસાદ ક્યારે પડ્યો હશે ? અને મોટો ભુકંપ ક્યારે આવ્યો હશે ? રામ જાણે પણ પાણી પુરવઠા ના ઈજનેર કહે છે એટલે હશે કરોડો ની કિંમત ની લોખડ લાઈન વરસાદ માં તણાઇ પાણી કાર્યપાલક ઈજનેર પત્ર માં વહીવીટી સતા નહિ હોવા નું રટણ કરી તંત્ર ને ભલે દૂધે ધોઈ આપે કે દામનગર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ને વહીવટી સતા નથી પણ ભ્રષ્ટાચાર કરવા વહીવટી સતા ની ક્યાં જરૂર છે ? સરકારી સમાન સગેવગે કરવા માં વળી કોની મંજૂરી ? માત્ર ઉપરી ના આશીર્વાદ જ પર્યાપ્ત હોય છે માત્ર દુષ્કાળ માં ૪૫ દિવસ સુધી રેલવે સ્ટેશન થી પુરવઠા બોર્ડ ના ઓવર હેડ સુધી પાણી પહોંચાડવા હંગામી ૪૦૦ મીમી વ્યાસ ની લોખડ ની એક કિમિ ની લાઈન અન્ય પરિબળો વાતાવરણ પુર માં તણાઈ નું કારણ આપતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ના કાર્યપાલક ઈજનેર અમરેલી ના નં પીબી/ દામનગર કાળુભાર પા પૂ / પ્રેસનોટ / અહેવાલ / ૨૫૮૮ તા.૦૬/૧૧/૨૩ ના પત્ર થી જવાબ ગ્રાહય રાખવા અરજદાર અને તંત્ર ને વિનંતી પત્ર પાઠવી પાણી પુરવઠા બોર્ડ ના મુખ્ય ઉજનેર જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અમરેલી નાયબ કાર્યપાલક લીલીયા ને પાઠવી લાઈન તણાઈ ગઈ અને દટાઈ ગઈ હોવા નું ગ્રાહ્ય રાખશો તેવી વિનંતી સાથે લુલો બચાવ કર્યો દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની તપાસ માટે ગુજરાત રાજ્ય એસી બી કરે તેવી માંગ સાથે ફરિયાદી એ ડફનાળા અમદાવાદ સ્ટેટ ACB ને વિગતે આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી ભ્રષ્ટાચાર મારે વહીવટી સતા જરૂરી છે ? લોખડ ની ૪૦૦ મીમી વ્યાસ ની લાઈન વરસાદ માં તણાઈ ગઈ હશે ? ભૂકંપ માં દટાઈ ગઈ હશે ? તંત્ર નો એકરાર ખરો છે ? આવું બન્યું હશે ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.