ખેતીવાડી અધિકારીઓની ટીમ દ્વારા સર્વે કામગીરી કરાઈ
ખેતીવાડી અધિકારીઓની ટીમ દ્વારા સર્વે કામગીરી કરાઈ
સમગ્ર બોટાદ જિલ્લામા કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેતીમાં કપાસ,મગફળી,જીરૂ,વરીયાળી,ચણા,ઘઉં, મરચી,પપૈયા સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકશાન મામલે ખેતીવાડી અધિકારીની વિવિધ ટીમો દ્વારા સર્વે કરી સહાય આપવાની જાહેરાત કરાતા બોટાદ જિલ્લામા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં રાણપુર,બરવાળા,ગઢડા જેવા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.