અમરાપુર (ગીર) ગામે તંત્ર દ્વારા પેશકદમી હટાવી - At This Time

અમરાપુર (ગીર) ગામે તંત્ર દ્વારા પેશકદમી હટાવી


અમરાપુર (ગીર) ગામ માં શુ આ એકજ જગ્યા પર પેશ કદમી છે? જો ગામ માં અન્ય જગ્યા પર પેશ કદમી હશે તો અમરાપુર (ગીર) ગામની પેશ કદમી સરપંચ દ્વારા જગ્યા ખુલ્લી કરાશે કે કેમ? તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે

ભાજપ ના આગેવાને આપ નેતા નું સમર્થન લેતા ભાજપના નેતા માં ચર્ચા નો વિષય થતા રાજકીય માહોલ ગરમાયો

માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે સરકારી રસ્તા પર દબાણ હટાવવાની સરપંચ સહિત લાંબા સમયની માંગ અને મામલો આત્મ વિલોપન સુધી પહોંચતા તંત્ર આવ્યું એક્શન માં, તાત્કાલિક બંદોબસ્ત સાથે કલેક્ટરના હુકમથી દબાણ દૂર કરવામાં આવ્યું.
માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે છેલા 6 મહિના જેટલા સમયથી સર્વે નં 288ની જમીન પર વાળી વિસ્તારના રસ્તામાં અરજણભાઇ કાળાભાઈ ડોડીયા દ્વારા દબાણ કર્યું હોય જે ખુલ્લું કરવા માટે મામલતદાર માળિયા અને કલેકટર શ્રી ને રજૂઆતો અને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવતી હતી પરંતુ કોઈ પગલાં ભરવામાં ના આવ્યા હોય અને રસ્તો ખુલો કરવામાં ના આવ્યો હોય સરપંચ ભાજપ પ્રેરિત પેનલના હોય ગઈ કાલે અત્રેની મામલતદાર કચેરી ખાતે પોતે તથા સ્થાનિક મહિલાઓ બાળકો ને સાથે રાખી આત્મ વિલોપન અપેક્ષાએ પહોંચી હોબાળો કર્યો હતો ત્યારે ભાજપ કોઈ નેતા ને બદલે આપ નેતા તેમના સમર્થનમાં આવી તંત્ર સામે વેધક સવાલો કરતા તંત્ર એક્શન માં આવી કલેક્ટરશ્રી, જૂનાગઢ અનિલ રાણાવસિયા સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ હટાવ ઝુંબેશ દૂર કરવા અંગેના માર્ગદર્શન હેઠળ તથા નાયબ કલેકટર મેંદરડા નિસાબા ચુડાસમાની સૂચના મુજબ મામલતદાર માળીયા હાટીના ની કોર્ટ માં અમરાપુર (ગીર) ગામના સર્વે નં ૨૮૮ (પેટા ગોળ-૨) ની સરકારી જમીન પર અમરાપુર (ગીર) ગામના અરજણભાઈ કાળાભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવેલ દબાણ અન્વયે ધોરણસર નો દબાણ કેસ ચલાવી તા.૨૮/૧૧/૨૦૨૩ ના રોજ કરેલ હુકમ અન્વયે આજરોજ સર્કલ ઓફિસર માળીયા હાટીના તથા મહેસૂલી તલાટી અમરાપુર (ગીર) એ સદરહું જમીન પર નું દબાણ દૂર કરી સરકારી પક્ષે મામલતદારશ્રી માળીયા હાટીનની રૂબરૂ માં પ્રત્યક્ષ કબ્જો સંભાલ્યો હતો અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.