જસદણના હિંગોળગઢ અને ભાડલા પાસેથી વહેલી સવારે ગેરકાયદેસર રેતી, બેલા સહીતનું ખનીજ જપ્ત
રપ લાખની કિંમતનો ગેરકાયદે મુદામાલ કબ્જે : ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
જસદણ નજીકના હિંગોળગઢ વન અભ્યારણ નજીકથી વહેલી સવારે ગેરકાયદે રેતી ભરેલા ડમ્પર નં. જીજે૧૩ એવીવી-૮૧૦૧ને ખાણ ખનીજ વિભાગ દ્વારા આંતરી જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડમ્પર રણજીત દેવજીભાઇ વડોરીયા રહે. જુના જસાપર, તા.સાયલા, જી. સુરેન્દ્રનગર પાસેથી કબ્જે કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે હેરફેરમાં રામભાઇ સોમાભાઇ રહે. જસાપરનું નામ પણ તપાસમાં ખુલ્યું છે. વિંછીયા પોલીસ સ્ટેશનને જપ્ત કરેલ ડમ્પર સોંપવામાં આવ્યું છે. આ ડમ્પર અને ખનીજની અંદાજે કિંમત૧૫ લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત ભાડલાના એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી જીજે૧૦ ટીવી-૭૬૯ નંબરનો ટ્રક બેલા ભરેલો કબ્જે કરવામાં આવ્યો હતો. આ બારામાં મોરબીના રહે. પ્રફુલ્લભાઇ ભુવા તથા મોરબીના પાડોદરા ગામના નાથાભાઇ ડામોર સામે ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટ્રક અને ખનીજની કિંમત ૧૦ લાખ રૂપીયા આંકવામાં આવી છે. માઇન્સ સુપરવાઇઝર કે.એન.પરમાર અને હિતેશ સોલંકી દ્વારા ગેરકાયદે ખનીજ ખનન અને હેરફેર ઉપર દરોડા પાડવામાં આવ્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.