લાતીપ્લોટના બારદાનના ગોડાઉનમાં આગ ભભુકી: 30 લાખનું જંગી નુકશાન - At This Time

લાતીપ્લોટના બારદાનના ગોડાઉનમાં આગ ભભુકી: 30 લાખનું જંગી નુકશાન


શહેરના જુના મોરબી રોડ પર લાતીપ્લોટ શેરી નં.11માં આવેલા બારદાનના ગોડાઉનમાં ગત રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ દોડી ગયું હતું. રાત્રે 10.10 વાગ્યાથી સવારે 6.25 વાગ્યા સુધી સતત પાણીનો મારો ચલાવી 8 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ આગની ખબર મળતા જ બેડીપરા ફાયર સ્ટેશનેથી ફાયર ફાયટન જવાનો વિપુલભાઈ, ધ્રુવભાઈ, અરવિંદભાઈ, મહેન્દ્રભાઈ, શૈલેષભાઈ, અજયભાઈ, વિજયભાઈ વગેરે ફાયર ટેન્કર સાથે દોડી ગયા હતાં.
જુદા-જુદા ત્રણ ટેન્કરથી 7 ફેરા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ બુઝાઈ હતી.જીવરાજ શામજી નામની આ બારદાન પેઢીના માલિક બિપિનભાઈ જીવરાજભાઈ મીરાણીએ જણાવ્યા મુજબ, આશરે 30 લાખનું નુકશાન થયું છે.દેવદિવાળીનો પર્વ હતો.આગ ફટાકડાથી લાગી ? શોટ સર્કિટથી લાગતા કે અન્ય કોઈ કારણ તે સ્પષ્ટ થઈ શકયું નથી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.