ન્યૂડ વિડીયો કોલ કરી સાયબર માફિયાએ યુવાન પાસેથી 14 હજાર પડાવી લીધાં - At This Time

ન્યૂડ વિડીયો કોલ કરી સાયબર માફિયાએ યુવાન પાસેથી 14 હજાર પડાવી લીધાં


સાયબર માફિયાઓ યેનકેન પ્રકારે લોકોને ન્યૂડ વિડીયો કોલ કે ફોનમાં લિંક મોકલી તેમજ ટેલિગ્રામમાં રોકાણ કરવા સહીતની મોડ્સ ઓપરેન્ડીથી છેતરી રૂપિયા પડવતા હોય છે. તેવી જ રીતે શહેરમાં એક યુવતી સહિત ચાર લોકો સાથે સાયબર માફિયાઓએ ફ્રોડ આચરી રૂપિયા પડાવી લીધાં હતાં. ગાંધીગ્રામ પોલીસે સક્રિય થઈ અરજદારોની ફ્રોડમાં ગયેલ કુલ રકમમાંથી રૂ.1.13 લાખ પરત કરાવ્યા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ, શહેર પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવ, એડીશનલ પોલીસ કમીશ્નર વિધી ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 સુધીરકૂમાર દેસાઈએ સાઈબર ફ્રોડના ભોગ બનનાર નાગરીકો દ્વારા કરવામા આવેલ ફરીયાદની ઉંડાણપુર્વક તપાસ કરી તેઓને સંપુર્ણ રકમ પરત અપાવવા માટે આપેલ સુચનાના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. રાણેની રાહબરીમાં પોલીસ મથકમાં આવેલ અરજી અંગે તપાસ હાથ ધરી અરજદારોને રૂપિયા પરત કરાવેલ હતાં.
જેમાં રૈયારોડ પર રહેતાં તેજસભઈ કાંતીલાલ વાજાના ફોનમા રોકાણ કરવા માટે સ્કીમ આવેલ બાદ તેઓના બેંક એકાઉન્ટમાંથી રૂ.38000 નો ફ્રોડ થયેલ હતો. તેમજ અરજદાર પ્રતીક્ષાબેન ધવલભાઈ ગજેરા સાથે ટેલીગ્રામ મારફતે રોકાણ કરવા મામલે રૂ.19000 નો ફ્રોડ થયેલ હતો. તેમજ નિર્મલા રોડ પર રહેતાં લાલનભાઈ કીરીટભાઈ દૂડકીયા સાથે ગુગલમાથી હેલ્પલાઈન નંબર સર્ચ કરેલ હતા તે મારફતે રૂ.39884નો ફ્રોડ અને વૈશાલી નગરમાં રહેતાં પાર્થભાઈ કલ્પેશભાઈ મહેતા સાથે ન્યુડ વીડીયો કોલના મારફતે રૂ.14000 નો ફોડ થયેલ હતો.
જે મામલે પીઆઇ એસ.આર.રાણેની રાહબરીમાં પીએસઆઈ એન.બી.ડોડીયા અને કોન્સ્ટેબલ કિંજલબેન ચૌહાણે તપાસ હાથ ધરી ફ્રોડમાં ગયેલ રકમ વાળા એકાઉન્ટ ફ્રિજ કરાવી ચારેય અરજદારની પૂરેપૂરી રકમ રૂ.1.13 લાખ પરત કરાવ્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.