શ્રીમંત પ્રસંગે સામાજિક સંરચના માં સુધારો કરતો સંકલ્પ કાસોદરિયા પરિવાર ની પ્રેરણાત્મક પહેલ સંયુક્ત કુટુંબ ભાવના ગર્ભ પરીક્ષણ નહિ કરવા પ્રતિજ્ઞા - At This Time

શ્રીમંત પ્રસંગે સામાજિક સંરચના માં સુધારો કરતો સંકલ્પ કાસોદરિયા પરિવાર ની પ્રેરણાત્મક પહેલ સંયુક્ત કુટુંબ ભાવના ગર્ભ પરીક્ષણ નહિ કરવા પ્રતિજ્ઞા


સુરત મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના નાના એવા ખાખરીયા ગામ ના મનસુખભાઈ કાસોદરિયા ના પરિવાર માં પુત્રવધુ ના શ્રીમંત પ્રસંગે સામાજિક સંરચના ના સુધારો કરતી પહેલા કરાય કોઈપણ સારા નરહા પ્રસંગો માં વૃક્ષ ભેટ આપવા ની પ્રથા પાડનાર મનસુખભાઇ કાસોદરિયા કંઈક નવું કરતા રહે છે સારા વિચાર નો અમલ પોતા નાથી કરાય તેવા ઉમદા અભિગમ સાથે એક સદવિચાર ને તુરંત ક્રિયાશીલ બનાવી દેવાથી ક્રાંતિકારી બને અને સમાજ માં આમૂલ પરિવર્તન થાય મનસુખભાઇ કાસોદરિયા નું ભલે ભણતર ઓછું છે પણ ગણતર ખૂબ છે તેવા આ યુવાન નો સમાજ પ્રત્યે નો અપાર લગાવ છે  સંયુક્ત કુટુંબ ભાવના આર્થિક ઉન્નતિ આદર્શ સમાજ રચના શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે આગળ વધે તેવી કાયમ ચિંતા કરે છે  

સૌની જીંદગી કાયમ હસતી રહે તે માટે સતત  પરમાર્થ ના કાર્યો ના પ્રયાસ કરતા રહીએ."અરે જીંદગી એક સેલ્ફી લેવી છે તારી સાથે....!!! પરંતુ જીંદગી જ આવી ને કહે છે કે હું જ લઈશ પેઢી દર પેઢી આપના સયુંકત પરિવાર સાથે અનેક સેલ્ફી" ૧૧૧ વખત રક્તદાન કરી ચૂકેલા અન્ન નો બગાડ અટકાવવા વિવેકપંથે દોરી જતી તેની અસરકારક અપીલ હોય કે અંતરયાળ વિસ્તારો માં રાહત સામગ્રી અન્ન વસ્ત્ર વિતરણ હોય કે અતિથિ અભ્યાગતો ની વ્યવસ્થા હરહમેશ સેવા માટે તત્પર મનસુખભાઈ કાસોદરિયા ૨૧ વ્યક્તિઓના સંયુક્ત પરિવાર સાથે રહી વતન અને પરિવાર નું જતન કરે છે ૨૩/૧૧/૨૩ ને ગુરુવાર ના રોજ પારિવારિક અને વ્યવહારિક પ્રસંગ પુત્રવધૂ ના સીમંત  અને લાડવા ના પ્રસંગ માં અનોખી પહેલ કરી સમાજ માં ઘર કરી ગયેલ ખરાબ દુષણો વ્યસનો  ને ડામવા માટે જન જાગૃતિ અભિયાન ની છડી હાથમાં લીધી છે અને સંકલ્પ થી સર્વ સમાજ ને સિદ્ધી અપાવવાનો સંકલ્પ ધારણ કર્યો છે  બેટી બચાવો બેટી પઢાઓ નો પ્રયાસ કરી દીકરી દીકરો એકસમાન ગણવા જોઈએ ઇશ્વર ની અનુપમ ભેટ સ્વરૂપે જે આપે તે યથા યોગ્ય ગણી જીવન પર્યન્ત ગર્ભ પરીક્ષણ કરાવવું નહિ  આ આપણા માનવ સંસ્કાર કે રીત રિવાજ કે રસમ નથી.. 

આવતી પેઢી માં જેવા સંસ્કાર રોપશો તેવી લલણી કરશો એ સર્વ વિદિત છે માટે સારા ફળ ની આશા રાખી પુત્ર કે પુત્રી વંશ વારસ માં સારા અને સુંદર સંસ્કાર નું આચરણ જરૂરી છે જેમ મેલા કપડાં પહેરવા ગમતા નથી તો ભગવાને આપેલ આ રૂડું માનવ જીવન આપ્યું છે તો તેમાં ખરાબ ગંદકી યુક્ત આહાર વ્યસન અને ખરાબ વિચાર આચાર શા માટે ભરવા જોઈએ....? ગર્ભ સંસ્કાર શ્રીમંત પ્રસંગે પધારેલ દરેક ને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે 

(૧) પાન,ફાકી,માવા,તમાકું ડ્રગ્સ ગાંજો અફીણ 

(૨) બીડી, સિગારેટ આલ્કોહોલવાળા એનર્જી ડ્રીંક્સ

(૩) દારુ કે અન્ય નશીલા પદાર્થ અથવા 

(૪) મારે ઉપરનામાંથી કોઈ વ્યસન નથી.

(૫) હું મારા પરિવારને અને માનવ સમાજને વ્યસનમૂકત કરવા બનતા બધા જ પ્રયત્નો જરૂર થી કરીશ

(૬) હું કે મારા પરિવાર ના કોઈપણ સભ્યો ગર્ભધારણ કરેલ દીકરી પુત્રવધુ ને ગર્ભ પરીક્ષણ કરાવશું નહિ કે આવા ગુનાહિત કર્યો માટે પણ ક્યારેય જબરજસ્તી કરીશું નહિ. 

(૭) નારી ને શકિત સ્વરૂપા ગણી સદાકાળ માન સન્માન આપી પરિવાર અને સમાજ માં રિદ્ધિ સિદ્ધિ નો આદર કરીશ સેવાકીય પ્રવૃતિ માટે કાળજી સાથે આ બંધારણ ના અમલ માં રહીશું. મારા આજના આ શુભ સંકલ્પમાં પરમાત્મા મને મદદ કરશે એ શ્રદ્ધા સાથે મારી જાતનું તથા પરિવાર અને સમાજનું કલ્યાણ ઇચ્છીને આ પ્રતિજ્ઞા જાહેર કરું છું. તેવી નોંધ સાથે આ પ્રતિજ્ઞા પત્રમાં  સાર્વજનિક બનાવી દરેક જીવાત્મા અને સમસ્ત માનવ સમાજ ને બચાવો તેવી હદયસ્પર્શી અપીલ સાથે પ્રતિજ્ઞા લીધી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.