દિવાળીના પર્વ પર થયેલ માથાકૂટનો ખાર રાખી બાંધકામ કોન્ટ્રાકટરને મારી નાંખવાની ધમકી
દિવાળીના પર્વ પર થયેલ માથાકૂટનો ખાર રાખી બાંધકામ કોન્ટ્રાકટરની કારને ફોર્ચ્યુન હોટલ પાસે આંતરી સુનિલ ડાંગર સહિતના શખ્સોએ મારી નાંખવાની ધમકી આપતાં માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે 150 ફૂટ રિંગરોડ પર સેટેલાઇટ સોસાયટી શેરી નં.2 માં રહેતાં હિરેન ગોરધનભાઈ ઝાલાવડીયા (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુનિલ ડાંગર અને તેની સાથેના બે અજાણ્યાં શખ્સોના નામ આપતાં માલવીયાનગર પોલીસે 341,504,506 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલ ચાર રસ્તા પાસે ગ્લોબલ પ્રોજેક્ટ નામની ઓફીસ આવેલ છે અને પોતે કોન્ટ્રાકટર છે.
તેમની પડોશમાં લાલો ઉર્ફે આશીષ ડાંગર તેના પરીવાર સાથે રહે છે. ગઈ દિવાળીના તહેવાર પર લાલ ઉર્ફે આશીષનો ભાઈ સુનીલ ડાંગર ફટાકડા સળગાવી અમારા ઘર પાસે નાખતો હોય જે બાબતે કહેવા જતા સુનીલ ડાંગરએ ઝઘડો કરેલ પરંતુ દિવાળીનો તહેવાર હોય જેથી પોલીસ ફરીયાદ કરેલ ન હતી.
દરમિયાન આજે સવારના દસેક તેઓ તેના ભાઈ દિલિપભાઇ ઝાલાવડિયા તથા પાડોશી નિલેશભાઇ ચોવટીયા સાથે કારમાં ઘરેથી બાલાજી હોલ ખાતે આવેલ ઓફિસે જતાં હતાં ત્યારે ફોર્ચ્યુન હોટેલ નજીક રોડ ઉપર પહોંચેલ ત્યારે એક બ્લુ ક્લરની કાર ઘસી આવેલ અને અમારી કાર દબાવી ઉભા રાખેલ અને કારમાંથી સુનીલ ડાંગર ધોકો લઇને અને અન્ય બે શખ્સો હથિયાર સાથે મારી કારને કોર્ડન કરી ઉભા રહી ગયેલ અને અમારી ગાડી ના કાચ ખોલવાની કોષીશ કરી ગાળો બોલી આજ તો મારી નાખવા છે કહીં ધમકી આપેલ હતી. તેમજ સુનીલ ડાંગરે કારમાં નુકસાન કરવાનો પ્રયત્ન કરેલ હતો. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસના સ્ટાફે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.