જુગાર રમવા અને ભજીયા પાર્ટી કરવા વાડીએ ભેગા થયેલા 8 શખ્સ ઝબ્બે, રૂા.4.04 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ શહેરની ભાગોળે આવેલ નવાગામની સીમની વાડીમાં જુગાર રમતા 8 શખ્સો રૂ. 4,04,900 ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે કાર્યવાહી કરી હતી. આરોપી જુગાર રમ્યા બાદ ભજીયા પાર્ટી કરવાના હતા પણ તે પહેલાં જ પોલીસે દબોચી લીધા હતા. આરોપીમાં કારખાનેદાર, ખેડૂત, ઇલેક્ટ્રિક વસ્તુના ધંધાર્થી, ડ્રાઇવર વગેરેનો સમાવેશ થાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી (ક્રાઇમ) પાર્થરાજસિંહ ગોહિલ એસીપી (ક્રાઇમ) ભરત બી.બસીયા દ્વારા જુગાર ધારા મુજબના કવોલીટી કેસો શોધી કાઢવા તથા કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચ પીઆઈ બી.ટી.ગોહિલના માર્ગદર્શન મુજબ, પીએસઆઈ એ.એન. પરમારની ટીમ સતત પ્રયત્નશીલ હતી.
જે દરમિયાન કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ જાડેજા, મોહીલરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો નવાગામ સિમ વિસ્તારમાં કિશન ચાવડાની વાડીની ઓરડીમાં તીનપત્તી વડે હારજીતનો જુગાર રમે છે. સ્થળ પર દરોડો પાડતા રૂ.1,16,400ની રોકડ, રૂ. 38,500ની કિંમતના 6 મોબાઇલ ફોન, રૂ.2.50 લાખની કિંમતની મારૂતિ ઇકો કાર, એમ કુલ રૂ.4,04,900ના મુદ્દામાલ સાથે 8 આરોપીઓને પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને ડીસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.
આરોપીમાં ખેતીકામ કરતા કીશન લાખા ચાવડા (ઉ.વ.22, રહે.નવાગામ), મુકેશ ઉર્ફે મુન્નો રાયધન છૈયા (ઉ.વ.42, રહે,નવાગામ), ઇલેક્ટ્રિક વસ્તુનો વ્યવસાય કરતા પ્રવિણ વલ્લભ તળાવીયા (ઉ.વ.40, રહે.કોઠારીયા રોડ, માધવ સોસાયટી-2. લીજ્જત પાપડની પાછળ, રાજકોટ, મૂળ, રણજીતગઢ તા.જસદણ), કારખાનેદાર અશોક શંભુ લાઠીયા (ઉ.વ.45, રહે.શિવ ભવાની ચોક, રાધેશ્યામ સોસાયટી-1, કોઠારીયા રોડ, રાજકોટ), રાજેશ સવશી સાપરા (ઉ.વ.34, રહે. ભાડુઇ તા.કોટડા સાંગાણી), અશોક કચરા બાંભણીયા (ઉ.વ.47, રહે. કમળાપુર તા.જસદણ), જીવા કરશન ચાવડા (ઉ.વ.60, રહે. કાનપર તા.જસદણ), ડ્રાઇવિંગ કરતા અજય કમા ભુડીયા (ઉ.વ.36, રહે. પુનિતનગર, શેરી નં.-10 પાણીના ટાંકા પાસે રાજકોટ)નો સમાવેશ થાય છે. આ કામગીરી ક્રાઈમ બ્રાંચ પીઆઈ બી.ટી.ગોહિલ, પીએસઆઇ એ.એન.પરમાર, એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ, હીતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ જાડેજા, મોહીલરાજસિંહ ગોહિલ ફરજ પર રહ્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.