સાસરિયા પાસેથી રોકડ, સોનાના દાગીના અને કાર પડાવી એલએલબીનો અભ્યાસ કરેલ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી - At This Time

સાસરિયા પાસેથી રોકડ, સોનાના દાગીના અને કાર પડાવી એલએલબીનો અભ્યાસ કરેલ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી


150 ફૂટ રિંગરોડ પર રીલાયન્સ મોલની પાછળની શેરીમાં સીલ્વર સ્ટોન મેઈન રોડ પર રહેતી ક્રીષ્નાબેન શુભમભાઇ આંબલીયાએ તેના પતિ શુભમ આંબલીયા, સસરા દીનેશભાઇ પાંચાભાઈ આંબલીયા, સાસુ રસીલાબેન દીનેશભાઈ આંબલીયા અને નણંદ આયુષીબેન વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચેક માસથી પિયરમાં રહું છું. મેં બીકોમ એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે. મારા લગ્ન વર્ષ 2021 માં શુભમ સાથે થયેલ હતા. લગ્ન બાદ હુ સાસરીયામાં સંયુક્ત પરીવારમાં રહેતા હતા.
તેના પતિ હાર્ડવેરનું કામ કરે છે. લગ્ન બાદ ઘરસંસાર એકાદ માસ સારી રીતે ચાલેલ બાદ ઘરકામ બાબતે મારા સાસુ તથા નણંદ અવારનવાર ઘરના કામકાજ બાબતે મેણાટોણા મારતા તેમજ કહેતા કે, અમે તારા કરતાય ઉંચી અને રૂપાળી છોકરી લઇ આવીશુ, તેમજ ઘરના સભ્યો જ્યારે સવારે ઉઠે ત્યારે તેની માટે ગરમ જ રોટલી બનાવવી પડતી અને હુ સમયસર રસોઈ બનાવવી તો પણ મારી સાથે ઝઘડાઓ કરતા અને મને કહેતા કે, તુ રોટલી બરાબર બનાવતી નથી. તેમજ મારા પતિને મને કહેતા કે, આ બધુ તારે કરવુ પડશે તેમજ તેઓ બધાં મને એક કામવાળી તરીકે જ રાખતા હતાં. તેમજ કોઈ મારા પક્ષમાં ક્યારેય બોલતા નહી
અને સાસુ-સસરા દરેક બાબતે મારા પતિને ચડામણી કરતા જેથી મને માનસીક ત્રાસ આપતા અને લગ્નના આઠેક માસ બાદ એક વખત મારા પતિના ફોનમાં કોઈ પર સ્ત્રી નો ફોન આવેલ તેમજ મેસેજ મે જોયેલ જેથી તે બાબતે પુછતા મને કહેલ કે, આ બધુ તારે જોવા નુ નથી અને હુ જેની સાથે વાત કરુ તે અને તારે શુ છે અને તને ખાવાનુ મળી રહે છે, જેથી મારા સાસુને કહેલ કે, આ શુભમ કોઈ પર સ્ત્રી સાથે અવારનવાર વાતો કરે છે જેથી મારા સાસુએ તેમને ઠપકો આપેલ હતો. ત્યારે મારા પતિએ કહેલ કે એ તો મારે રહેશે જ અને આ બાબતે તારે કશુ બોલવાનુ નહી અને તને જમવાનુ તો મળી રહે છે ને અને હુ જેવો છુ તેવો જ રહીશ અને તારે પોસાય તો રહેજે નહી તો જતી રહેજે.
ઉપરાંત મારા પતિ તથા નણંદ લગ્ન પહેલા પણ કરીયાવરની માંગણી કરતા હતા. તેમજ મારા પિતાએ કરીયાવરમાં રોકડ રૂ.50000 અને સોના ચાંદીના દાગીના આશરે પાંત્રીસ તોલા આપેલ હતાં. છતાં પણ મારો પતિ મારા પિતા પાસે અવારનવાર કારની માંગણી કરતા હતા. ત્યાર બાદ મારા ભાઈએ કટકે કટકે ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા મારા પતિને આશરે દોઢ થી પોણા બે લાખ રૂપિયા આપેલ હતાં. ત્યારબાદ વાર તહેવારે મારા પિતાએ દોઢેક વર્ષમાં આશરે આઠથી દસ લાખ રૂપીયા આપેલ તેમજ પોતાની કાર પણ આપી દિધી હતી.
છતાં પણ અવારનવાર મારા સાસરીયાવાળા ઝઘડો કરી માનસીક ત્રાસ આપતા હોય અને અવારનવાર મારા પતિ મારી પાસે પૈસાની માંગણી કરી કહેતા તુ તારા પિતા પાસેથી બે લાખ રૂપીયા લઈ આવ નહીતર હુ તને કાઢી મુકીશ અને જેથી પૈસાની ના પાડત મારા પતિએ મને મારા પિયરમાં કાઢી મુકેલ હતી. વીસેક દીવસ હુ મારા પિયરમાં રહેલ બાદ સાસરીયાવાળા સાથે સમાધાન કરીને હુ પાછી મારા ત્યાં જતી રહેલ હતી. બાદમાં આશરે આઠેક માસ ત્યા રહેલ દરમીયાન હુ મારા પિયરમાં બીમા2 પડેલ જેથ મારા નણંદે મને કહેલ કે, તને તો દવા પાઈને મારી નાખવી છે અને આ બાબતની ઘરમાં જાણ કરતા તેઓ મારી મજાક ઉડાડતા અને કહેતા કે, તુ તો મજાક કરે છે અને ત્યારબાદ થોડા સમય બાદ મને પથરીનો દુખાવો થયેલ ત્યારે મારા પતિ મને આરામ કરવા માટે મારા પિયરમાં મુકી ગયેલ અને ત્યાર બાદ સમાધાન કરીને તેડવા માટેની ક્યારેય વાત કરેલ નહી.દરમિયાન મારા પતિ મને ફોનમાં મેસેજ દ્વારા કહેતા કે, તારો પિતા અને ભાઈ ખરાબ છે. જે બાદ તેઓ મીડિયેશન સેન્ટરમાં સમાધાન માટે બોલાવેલ પણ સમાધાન ન થતાં અંતે ફરીયાદ નોંધાવી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.