*ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૬૦ કિ.રૂ.૬,૦૨,૪૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઈમ બ્રાન્ચ
*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને રાજય બહારથી જિલ્લામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાથી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૧/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી.ના માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *અનિરૂધ્ધસિંહ ગોહિલ હેડ કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને ઇંગ્લીશ દારૂના જથ્થા અંગે મળેલ બાતમી આધારે* કસ્તુરબા ઉત્તર બુનીયાદી વિદ્યાલયની નજીક આવેલ મયુરભાઇ રૂખડભાઇ વાળાના કબ્જા-ભોગવટાની વાડીએ રેઇડ કરતાં વાડીએ આવેલ ઢાળીયાની ઓરડીમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
*આરોપીઃ-*
1. મયુરભાઇ રૂખડભાઇ વાળા ઉ.વ.૨૧ રહે.કસ્તુરબા ઉત્તર બુનીયાદી વિદ્યાલય પાસે વાડી વીસ્તાર, મોટી પાણીયાળી,તા.પાલીતાણા જી.ભાવનગર
2. ઘનશ્યામભાઇ બોઘાભાઇ બારૈયા રહે. થોરાળી ગામ તા.પાલીતાણા જી. ભાવનગર (પકડવાના બાકી)
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. મેકડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્લી ૭૫૦ ML કાચની સીલપેક બોટલ નંગ-૧૨ ભરેલ પેટી-૧૨૦ બોટલ નંગ-૧૪૪૦ કિ.રૂ.૫,૪૦,૦૦૦/-
2. રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેક્ટ વ્હીસ્કી ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્લી ૭૫૦ ML કાચની સીલપેક બોટલ નંગ-૧૨ ભરેલ પેટી નંગ-૧૦ બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/-
3. પી.જી.વી.સી.એલ.નુ લાઇટ બીલ કિ.રૂ.૦૦/- મળી *કુલ રૂ.૬,૦૨,૪૦૦/-નો મુદ્દામાલ*
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા, બાબાભાઇ હરકટ, ફાલ્ગુનસિંહ ગોહિલ, પાર્થભાઇ ધોળકીયા, વિશ્વજીતસિંહ ઝાલા, એજાજખાન પઠાણ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.