જૂનાગઢ-કાંસીયાનેશ વચ્ચે 01 અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે 02 “પરિક્રમા મેલા સ્પેશિયલ”ટ્રેનો દોડશે
જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળા અંગે મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા 23.11.2023 થી 27.11.2023 સુધી મીટરગેજ સેકશનમાં જૂનાગઢ અને કાંસીયાનેશ વચ્ચે 01 અને બ્રોડગેજમાં જૂનાગઢ-રાજકોટ વચ્ચે 02 “પરિક્રમા મેળા સ્પેશિયલ” ટ્રેનો ચલાવવામાં આવશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
• મીટરગેજ “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” જૂનાગઢ-કાંસીયાનેશ-જૂનાગઢ (09223/09224)
જૂનાગઢથી કાંસિયાનેશ માટેની “મેળા સ્પેશિયલ ટ્રેન” જૂનાગઢથી 11:10 કલાકે ઉપડશે અને 13:20 કલાકે કાંસીયાનેશ પહોંચશે. તેવી જ રીતે, કાંસીયાનેશથી જૂનાગઢ માટેની “મેળા સ્પેશિયલ ટ્રેન” કાંસીયાનેશથી 13.40 કલાકે ઉપડશે અને 15.50 કલાકે જૂનાગઢ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બીલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશનો પર ઉભી રહેશે.
• બ્રોડગેજ “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન”જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ (09219/09220 અને 09221/09222)
રાજકોટથી જૂનાગઢની પ્રથમ “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” રાજકોટથી સવારે 6:00 વાગ્યે ઉપડશે અને 8:30 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતી દિશામાં જૂનાગઢથી રાજકોટની પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે 9:50 વાગ્યે ઉપડશે અને બપોરે 12:30 વાગ્યે રાજકોટ પહોંચશે.
રાજકોટથી જૂનાગઢની બીજી “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” રાજકોટથી 16:05 કલાકે ઉપડશે અને 18:35 કલાકે જૂનાગઢ પહોંચશે. વળતી દિશામાં, જૂનાગઢથી રાજકોટ માટે બીજી “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” જૂનાગઢથી 19:30 કલાકે ઉપડશે અને 22:40 કલાકે રાજકોટ પહોંચશે.
ઉપરોક્ત ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, કોઠારિયા, રીબડા, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર, ચોકી સોરઠ અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.તેવી યાદીમાશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.