ભીલોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં ઘણાં લાંબા સમયથી પ્રોહીબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ નાસતા કરતા આરોપીને પકડવામાં મળેલ સફળતા.
શ્રી એચ.પી.ગરાસીયા,I/C પોલીસ ઇન્સપેકટર ભીલોડા પોલીસ સ્ટેશનનાઓએ ભીલોડા પો.સ્ટે.ના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી પકડવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે કામગીરી અંતર્ગત ભીલોડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૩૨૩૦૫૬૭/૨૩ ઇ.પી.કો.ક.૨૭૯,૩૩૭,તથા એમ.વી.એકટ ક.૧૭૭,૧૮૪ તથા પ્રોહી એકટ કલમ ૬પએઇ (એ)(ઇ)મુજબ તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેઝ એક્ટ ૩ મુજબના ગુન્હાના કામે અટક કરી રીમાન્ડ મેળવી પુછપરછ કરતા સદરી આરોપી છેલ્લા પાંચેક વર્ષથી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવાની પ્રવૃત્તિ આચરી દુષણ ફેલાવી રાજયની દારૂબંધી નિતિ વિરૂધ્ધ ગેરકાયદેસરની અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ હોય, અને ગુન્હાઓ કરી નાશી જવાની ટેવવાળો હોવાનું જણાઇ આવતા સદરી આરોપીનું નરેશકુમાર લક્ષ્મણલાલ હતુલાલ ખરાડી ઉ.વ.૨૨ રહે.ડબાયચા તા.નયાગાવ જી.ઉદેપુર (રાજસ્થાન)વાળાનું ગુન્હાહીત ઇતિહાસ જોતા સદરી આરોપી ભિલોડા પો.સ્ટે.થર્ડ ગુ.ર.નં.૨૨૩/૧૯ પ્રોહી એક્ટ ક.૬પએઇ,૧૧૬બી, ૯૮(૨),૮૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે.
આમ અરવલ્લી જીલ્લાના ભીલોડા પોલીસ સ્ટેશન ધ્વારા છેલ્લા પાંચેક વર્ષથી પ્રોહીબીશન ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.