મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધનતેરસના દિવસે શ્રી ધન્વંતરી પૂજન કરવામાં આવ્યું - At This Time

મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધનતેરસના દિવસે શ્રી ધન્વંતરી પૂજન કરવામાં આવ્યું


“રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩” “૮મો આયુર્વેદ દિવસની ઉજવણી” ના ભાગરૂપે “આયુર્વેદ ફોર વન હેલ્થ" વિષય પર આયુર્વેદ ફોર એવરી વન ફોર એવરી ડે (હર દિન હર કિસીકે લિયે આયુર્વેદ) થીમ અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી મહીસાગરનાં માર્ગદર્શન હેઠળ જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત કચેરી મહીસાગર દ્વારા આયોજિત મફત સર્વરોગ આયુર્વેદિક / હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ " મહીસાગર જિલ્લા પંચાયત ખાતે પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલે ધનતેરસના દિવસે શ્રી ધન્વંતરી પૂજન કરી ખુલ્લો મૂક્યો હતો.

આ મેળાનો લાભ જીલ્લા પંચાયત કચેરી મહીસાગર, કલેકટર કચેરી મહીસાગર, પોલીસ અધિક્ષકની કચેરી મહીસાગર, મામલતદાર કચેરી લુણાવાડાનાં તમામ અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ માટે તથા નાગરિકો માટે આયોજન કરવામાં આવેલ છે, જેનો દરેક અધિકારીશ્રીઓએ, કર્મચારીશ્રીઓએતથા નાગરિકોને લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલે અપીલ કરી.

આ કેમ્પમાં શરીરની તમામ બિમારીઓ તથા તમામ પ્રકારના જુના હઠીલા રોગો જેમ કે કબજીયાત, એસીડીટી, જુનો તાવ, સર્દી, દમ, ખાંસી, ખસ, ખરજવું કમરનો દુખાવો, માસિકમાં તકલીફ તથા વ્યધત્વ જેવા શરીરના તમામ રોગોની આયુર્વેદિક / હોમીયોપેથીક પધ્ધતી દ્વારા સંપૂર્ણ મફત નિદાન કરી મફત દવા આપવામાં આવશે તથા આયુર્વેદને લગતા ચાર્ટનું પદર્શનનું આયોજન કરવામાં આવેલ છે રોગપ્રતિકારક શક્તિવર્ધક, અમૃતપેય, આયુર્વેદીક ઉકાળો તથા સંશમની વટી તથા આર્ગેનીક આલ્બમ-૩૦ નું મફત વિતરણ કરવામાં આવશે.
આ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી રણજીતસિંહ નિનામા સહિત આયુર્વેદિક અને હોમિયોપેથી તબીબો સહિત કર્મચારીગણ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.