મહેમદાવાદ ન્યાલકરણ સ્કૂલ દ્વારા ગાંધી જયંતી તેમજ સ્વચ્છતા અભિયાનને લઈને ભવ્ય રેલી ને પી. આઇ શ્રી ખાંટ સાહેબ દ્વારા અપાયી લીલી ઝંડી…
ન્યાલકરણ સ્કૂલ દ્વારા ફાટીયા તળાવથી પી આઇ શ્રી ખાંટ સાહેબ, ડૉ. મહેશભાઈ બેંકર, ડૉ. નૈસદભાઈ ભટ્ટ (દાદા ), ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ભાવેશભાઈ, ગીતા બટ્ટાચાર્ય જેવા અતિથિ મહાનુભાવો તેમજ ટ્રસ્ટીશ્રી એવા ઉર્વશી જોશી તેમજ ધર્મેશભાઈ જોશી દ્વારા લીલી જંડી આપી આ રેલીની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ઢાળ વિસ્તાર, બજાર વિસ્તાર, જવાહર બજાર, વિરોલ દરવાજા થઈને આ ભવ્યાતી ભવ્ય રેલી અનેક વિસ્તારોમાં થઈને પસાર થઈ હતી.
રેલીમાં ઇંગ્લીશ મીડીયમ તેમજ ગુજરાતી મીડીયમ ના લગભગ 900 થી 1,000 વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા ત્યારે લગભગ એક કિલોમીટર કરતાં પણ વધારે લાંબી તેમજ મોટી આ રેલી હતી જેમાં નાના નાના ભૂલકાઓએ ડોક્ટર, ખેડૂત, વેપારી જેવા સુંદર વેસભુસા કરેલ અને શિક્ષકો, આચાર્યશ્રીઓ, સ્ટાફગણ સાથે ટ્રસ્ટીશ્રીઓ પણ આ રેલીમાં જોડાયા હતા.
આ રેલીમાં વિરોલ દરવાજા બહાર નગરપાલિકા પાસે તેમજ રેલવે સ્ટેશન ચોકી પાસે નગરજનોને સ્વચ્છતા ના હેતુસર વિચારધારા રજૂ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય ડાન્સ સાથે નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા જેને નગરજનોએ રોડ રસ્તા પર ઉભા રહીને નિહાળ્યા હતા.
રેલીમાં ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા પાણીના જગો ની ઠેર ઠેર સેવાઓ આપવામાં આવી હતી.
અંતમાં આ રેલી ને રેલવે સ્ટેશન ચોકી પાસે પૂર્ણ કરાતા ત્યાં સુંદર સ્ટેજ બનાવેલ જેમાં અતિથિ રૂપે આ સુંદર કાર્યમાં સહ ફાળો આપનાર તેમજ મદદરૂપ થનાર મહેમદાવાદ પોલીસ સ્ટેશન ના પી.આઇ ખાંટ સાહેબ જેઓએ પોતે સમગ્ર રેલી દરમિયાન ખડે પગે હાજર રહ્યા તેમજ પોલીસ કર્મચારી ગણપણ હાજર રહ્યા જે સુંદર સેવા બદલ તેમજ નગરપાલિકાના રાજુભાઈ એસ. આઈ. તેમજ ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ભાવેશભાઇ રાવલ, સ્કૂલના ટ્રસ્ટી શ્રી ઉર્વશી મેડમ તેમજ ધર્મેશભાઈ, ગીતા ભટ્ટાચાર્ય, તેઓનું સન્માન તેમજ આભાર વિધિ કરવામાં આવી હતી ત્યારે સફાઈ કામદારો દ્વારા જે સફાઈનુ રોજબરોજ અતિ ઉત્તમ કાર્ય કરવામાં આવે છે તેવા સફાઈ કામદારોને ફુલક્લગી આપીને સન્માનિત કરાયા હતા.
સ્કૂલ મેનેજમેન્ટ ના પ્રશાંતભાઈ દ્વારા આ સમયે તેમજ સમગ્ર રેલી દરમિયાન રેલીનો હેતુ ની સાથે સફાઈ અભિયાન ઉપર સુંદર વિચારધારા,માર્ગદર્શન તેમજ સુંદર એન્કરિંગ કરવામાં આવ્યું હતું અને સૌ મંચસ્થ મહેમાનોનો તેઓ તેમજ સ્કૂલમેનેજમેન્ટ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પી.આઇ ખાંટ સાહેબ, ટ્રસ્ટી શ્રી એવા ઉમા મેડમ તેમજ ભાવેશ રાવલ દ્વારા પ્રાસંગિક સુંદર વક્તવ્ય કરવામાં આવ્યું હતું.
સ્કૂલ મેનેજમેન્ટ તેમજ ટ્રસ્ટીશ્રી એવા ધર્મેશભાઈ જોષી તેમજ ઉર્વશીબેન ( ઉમા મેડમ)જૉષી અને આચાર્ય શ્રી એવા ચૈતાલીબેન પારેખ સાથે સંદીપ સર દ્વારા આ ગુજરાતી & ઇંગ્લીશ મીડીયમ ન્યાલકરણ સ્કુલ ના આ સુંદર કાર્યક્રમ ની સફળતા બદલ ખૂબ જ કાર્યરત રહેનાર તેમજ મહેનત કરનાર એવા સમગ્ર શિક્ષક ગણ, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીમિત્રો નો તહે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
Report by :- Keyur Thakkar Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.