ભગુડા મોગલ ધામમાં અખિલ ભારતીય આહીરાણી મહારાસની તૈયારી માટે ભવ્ય રાસ-ગરબા યોજાયા
*પારંપરિક પોશાકમાં આહીરાણી ઓ મહારાસમાં વિશ્વ વિક્રમ સર્જાશે ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં અલૌકિક ઈતિહાસ રચાશે 16108 આહીરાણી બહેનો રમશે મહારાસ તમામ તૈયારીનો ધમ-ધમાટ ભગુડા ખાતે અખિલ આહીરાણી મહારાસની તૈયારી માટે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરાયું હજારો બહેનો ઉપસ્થિત રહી*આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ મહત્વ છે અહીં લોકો ભગવાનમાં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે આજ કારણ છે કે દેશમાં ઘણા એવા મંદિર છે જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે 5 હજાર પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણરાસ યોજાતો હતો તેજ રીતે ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં ફરી એકવાર ઈતિહાસ રચાશે ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 16108 આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે જે વિશ્વ વિક્રમ કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે દ્વારકા ખાતે 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહિરાણી રાસ ગરબા સંગઠન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા વિસ્તારમાંથી હજારો મહિલાઓ રાસ-ગરબામાં જોડાશે જેની તૈયારીઓના ભાગરૂપે ભગુડા ખાતે અખિલ ભારતીય આહિરાણી ડેમો મહારાસ યોજાયો હતો જેમાં મહિલાઓ દ્વારા રાસ-ગરબા લીધા હતા સમગ્ર ભાવનગર જિલ્લા આહિર સમાજની બહેનો દ્વારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં આહિર સમાજના પરંપરાગત ડ્રેસમાં સૌ મહિલાઓ ઉપસ્થિત રહી અને રાસ-ગરબા રજૂ કર્યા હતા 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે યોજાનાર રાસ-ગરબાના ડેમો સ્વરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભર માંથી આહિર સમાજની મહિલાઓએ ભાગ લીધો હતો ભગુડામાં યોજાયેલા રાસ-ગરબા કાર્યક્રમમાં અર્જુન આહીર,ધ્રુવ આહીર,ભૂમિબેન આહીર,પુષ્પાબેન આહીર,અને દિશાબેન આહિરે લોકગીતની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એક સાથે 16108 આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લિન બનશે ત્યારે ઈતીહાસ ફરી જીવંત બનશે સાથે પારંપરિક પોશાક સાથે આહીરાણીઓનો મહારાસ વિશ્વ વિક્રમ સર્જાવા જઈ રહ્યો છે અહીં યોજાયેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાહલબેન આહિરે કર્યું હતું
રીપોર્ટ નિલેષ ઢીલા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.