મેટ્રોના એન્જિનિયરે પાણીના ટેન્કર ચાલકને માર માર્યો
ગાંધીનગર શહેરમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઘ-5થી ગ-5 સુધી કામગીરીમાં પાણી નાખવા માટે ટેન્કર મંગાવવામાં આવ્યુ હતુ. તે સમયે ટેન્કરમાંથી પાણી લીકેઝ થઇ રહ્યુ હતુ. ત્યારે એન્જિનિયર દ્વારા ટેન્કર ચાલકને ટકોર કરવામાં આવી હતી. જેમાં પાણીનો વાલ્વ બંધ કરવા કહેતા ચાલકે વાલ્વ લીકેજ હોવાની વાત કરી હતી. જેથી એન્જિનિયર ઉશ્કેરાઇ ગયો હતો અને ટેન્કર ચાલકને માર મારતા હાથ ભાંગી નાખ્યો હતો. જેને લઇને ચાલકે એન્જિનિયર સામે ગુનો નોંધાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.