જસદણ શહેર તથા ભડલી ગામૅ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ.18.38 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યૉનુ ભૂમિપૂજન કરવામા આવ્યું
જસદણ શહેર માં વિંછીયા રોડ ઉપર આવેલ આરામ ગૃહ ખાતે નવા રૂમો બનાવવાનું તથા જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સરકારી પુસ્તકાલયમાં સુધારણા તેમજ તાલુકાના ભડલી ગામે પાણી પુરવઠા યોજના જેવા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુરત જસદણ વિછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તાલુકાના ભડલી ગામે અંદાજિત રૂ.18.10 કરોડના ખર્ચે ભડલી જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતુ તથા શહેર ના વિછીયા રૉડ પાસૅ
રૂ.18 લાખના ખર્ચે આરામ ગૃહના નિર્માણ થનાર રૂમોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતુ તૅમજ જસદણના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સરકારી લાઇબ્રેરી ખાતે
અંદાજિત રૂ.10 લાખના ખર્ચે પુસ્તકાલયના સુધારણા કામનું ખાત મુહૂર્ત મંત્રી કુવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે જસદણ શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકરો તેમજ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા ના સદસ્યો સહિત વિવિધ મૉરચાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.