સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનો દ્વારા અવનવી ડીઝાઈનના ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવક - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનો દ્વારા અવનવી ડીઝાઈનના ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવક


સમગ્ર દેશમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્ત્વ હોય છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રી નું મહત્વ કાંઈક અલગ જ છે.નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટે ની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે.
આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે. ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે. સાથે અનુસ્ટાન પણ કરતા હોય છે. આ પર્વ હિન્દુઓ માટે મહત્વનો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમા રહેતા યુવાનો છેલ્લા સાત વર્ષથી ગરબા બનાવે છે. અને જેમાં અલગ અલગ ડીઝાઈન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઇન કરવી તેને ફિનિસિંગ કરવું. તે બધું કામ કરે છે. તેનું વેચાણ પણ કરે છે. આ ગરબો ત્રણ ઈચ થી લઈને બાર ઈચ સુધીના ગરબા બનાવે છે. આ ગરબાની કિંમત વીસ રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધીની હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા પાત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે. અને ગરબા બનાવવા માટે આવતા કારીગરો આ ગરબા બનાવી ને સારી આવક મેળવી રહ્યા છે નવરાત્રીની સીઝનમાં 50,હજારથી વધુ ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે. ઉલ્લેખનિય છે કે આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્યની બહાર પણ જાય છે. નવરાત્રીના નવ દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરી ની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મુકવામાં આવે છે.આ ગરબાનું પણ અનેરૂ મહત્વ પણ છે.

રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.