કાલાવડ રોડ પર સોડાના પૈસા માંગતા વેપારી પર હુમલો - At This Time

કાલાવડ રોડ પર સોડાના પૈસા માંગતા વેપારી પર હુમલો


શહેરના કાલાવડ રોડ પર જયશ્રીરામ હોટલ સામે ઠંડા પીણાની દુકાન ધરાવતા કમલેશ પ્રવિણ રાવલ (ઉ.વ. 33, રહે. પંચાયત ચોક, યુનિ. રોડ)એ તેની દુકાને સોડા પીવા આવેલા વિજય અને ગીનુ પાસે સોડાના પૈસા માંગતા બન્ને શખ્સોએ પાઇપથી હુમલો કર્યો હતો.
સિવિલ હોસ્પીટલમાં દાખલ થયેલા કમલેશ રાવલે જણાવ્યું કે, બન્ને શખ્સ અવાર-નવાર સોડા પી જતાં અને પૈસા બાકી એમ કહી રૂપિયા આપતા નહોતા ગઇકાલે રાત્રે 9 વાગ્યે આ બન્ને સોડા પીવા આવેલા નશામાં હતા કમલેશભાઇએ સોડાના રુપિયા બાકી રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિજય અને ગનુએ પાઇપ વડે માર માર્યો હતો. માલવીયાનગર પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.