ગૃહકંકાસથી કંટાળી કરીના ઠાકુરનો આપઘાતનો પ્રયાસ - At This Time

ગૃહકંકાસથી કંટાળી કરીના ઠાકુરનો આપઘાતનો પ્રયાસ


શહેરના આજી ડેમ ચોકડી વિસ્તારમાં સત્યમ પાર્ક-1માં રહેતી કરીના સુનિલ ઠાકુર (ઉ.વ.રપ)એ પોતાના ઘરે ગળફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પણ તેનો પતિ જોઇ જતા તુરંત નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
આજી ડેમ પોલીસની ટીમે દોડી જઇ પરિવારજનોની પુછપરછ કરી હતી. જેમાં સામે આવેલ કે કરીનાને તેની પતિ સાથે બોલાચાલી થઇ હતી. જેથી પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાધો હતો પણ પતિ જોઇ જતા સારવારમાં ખસેડી હતી. કરીના મુળ બિહારની છે. તેનો પતિ કારખાનામાં મજુરી કરે છે. પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.