વિંછીયાની એમ.બી. અજમેરા હાઇસ્કુલમાં કાયદાકીય સેમિનાર યોજાયો - At This Time

વિંછીયાની એમ.બી. અજમેરા હાઇસ્કુલમાં કાયદાકીય સેમિનાર યોજાયો


વિંછીયાની એમ.બી. અજમેરા
હાઇસ્કુલમાં કાયદાકીય સેમિનાર યોજાયો

વિંછીયાની એમ.બી. અજમેરા હાઇસ્કૂલમાં રાજકોટ જિલ્લા સેવા સત્તા મંડળના સહયોગથી તેમજ વિંછીયા ન્યાયાલય અને તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે કાયદાકીય-કાનૂની માહિતી માર્ગદર્શનનો સેમીનાર યોજાયો

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી - પૂર્ણકાલીન સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.એચ.નંદાણીયા સાહેબ તેમજ વિંછીયા ન્યાયાલયના નામદાર મ્હે. પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કૃતેશકુમાર એન્. જોશી સાહેબ, વિંછીયા કોર્ટનાં રજીસ્ટાર એસ.જી. ભટ્ટ સાહેબ, સતીષભાઈ તેમજ લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી, સંજયભાઈ રામાનુજ, એડવોકેટશ્રી બ્રિજેશભાઈ રાઠોડ, નરેશભાઈ મકવાણા, એચ.આર.કુરેશી, દીપકભાઈ બોઘાણી તેમજ કોર્ટ સ્ટાફગણ જોડાયેલ. આ કાર્યક્રમમાં નામદાર મહેરબાન શ્રી એન. એચ. નંદાણીયા સાહેબ તેમજ નામદાર મહેરબાન કૃતેશકુમાર એન. જોશી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને કાયદાકીય-કાનૂની માહિતી અને માર્ગદર્શન આપેલ તેમજ એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતી, સંજયભાઈ રામાનુજ, એચ.આર, કુરેશી સાહેબ દ્વારા વિવિધ મુદ્દાઓ પર કાયદાકીય માર્ગદર્શન આપેલ.આ તકે એમ.બી. અજમેરા હાઇસ્કુલના પ્રિન્સિપાલશ્રી હિમાંશુભાઈ રાઠોડ સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ તેમજ રસિકભાઈ મુંજપરા સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ અને કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કર્મચારીગણશ્રી એલ.ડી. કાગડિયા સાહેબ દ્વારા કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં એમ.બી.અજમેરા હાઇસ્કુલના ટ્રસ્ટીશ્રી બીપીનભાઈ જસાણી,ભરતસિંહ ડોડીયા તેમજ સંસ્થાના શિક્ષકગણો જોડાયેલ તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.