ભાવનગરમાં નવી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત કરતા ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી - At This Time

ભાવનગરમાં નવી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત કરતા ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી


ભાવનગરમાં નવી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત કરતા ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી

નારી ખાતે આશરે રૂ.૮૩૨.૭૦ લાખના ખર્ચે નવીનતમ સુવિધાયુક્ત સંકુલ તૈયાર કરાશે

ભાવનગર શહેરના નારી ખાતે નવી બનનારી રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત આજે ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આશરે રૂ.૮૩૨.૭૦ લાખના ખર્ચે તૈયાર થનારાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવીન સંકુલની ભાવનગરની જનતાને ભેટ મળશે.

આ કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે જન સેવા કેન્દ્ર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર મોટર વિહિકલ, પી.આર.ઓ. રૂમ, સ્માર્ટ કાર્ડ રૂમ, સ્ટાફ રૂમ, વેઇટિંગ એરિયા, ટોઇલેટ બ્લોક, લિફ્ટ, પેસેજ અને ઓપન સર્ક્યુલેશન એરિયા. જ્યારે પ્રથમ માળ ખાતે આર.ટી.ઓ. ઓફિસર, એ આર.ટી.ઓ., પી.આર.ઓ., મામલતદાર/ એડ.ઓફિસર, સ્માર્ટ ઓપ્ટિકલ કાર્ડ રૂમ, રેકર્ડ/સ્ટોર રૂમ નિર્માણ પામશે.

કચેરીના ગ્રાઉન્ડ પરની સુવિધાઓમાં વ્યૂ ટાવર, ટુ - વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, ફોર - વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

આ તકે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર શ્રી કુણાલભાઇ શાહ, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, ઇન્ચાર્જ આર.ટી.ઓ. શ્રી ડી. કે. ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.