ટેક્સી એસો.એ રાજકોટથી હીરાસર એરપોર્ટનું ટેક્સી ભાડું 2 હજાર નક્કી કર્યું, સામે TAFOIએ એસી કોચ બસ મૂકવા માગ કરી - At This Time

ટેક્સી એસો.એ રાજકોટથી હીરાસર એરપોર્ટનું ટેક્સી ભાડું 2 હજાર નક્કી કર્યું, સામે TAFOIએ એસી કોચ બસ મૂકવા માગ કરી


તાજેતરમાં ગત 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટના હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટ આપી છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય એ પૂર્વે જનતા પર બોજ સમાન નિર્ણય ટેક્ષી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટેક્ષી ભાડું 2000 નક્કી કરી દેવામાં આવ્યો છે. જો કે, તેની સામે ટ્રાવેલ એજન્‍ટસ ફેડરેશન ઓફ ઇન્‍ડીયા (TAFOI)ના ગુજરાત ચેપ્‍ટરના સેક્રેટરીએ એસી કોચ બસ સેવા શરૂ કરવા માંગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.