હળવદ માર્કેટિંગ યાર્ડ ના તમામ સભ્યો ભાજપ તરફી બિન હરીફ થતા ઋણ સ્વીકાર નો કાર્યક્રમ યોજાયો - At This Time

હળવદ માર્કેટિંગ યાર્ડ ના તમામ સભ્યો ભાજપ તરફી બિન હરીફ થતા ઋણ સ્વીકાર નો કાર્યક્રમ યોજાયો


હળવદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આગામી તારીખ 28 જુલાઈના રોજ યોજવાની હતી જ્યારે ફોર્મ ભર્યા બાદ બની બેઠેલી કોંગ્રેસ પ્રેરીત પેનલે ફોર્મ પરત ખેંચી લેતા આ ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલના 10 વેપારી પેનલના ચાર તેમજ ખરીદ વેચાણ સંઘ પેનલ ના 1 કુલ ૧૫ ડિરેક્ટરો ભાજપ પ્રેરિત પેનલોના બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ત્યારે તેઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે યોજવામાં આવ્યો હતો. હળવદ વિશ્વાસ આર્કેડથી લઈ હળવદના જાહેર માર્ગો પર થી પસાર થયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારબાદ આ શોભાયાત્રા નું સમાપન માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે કરવામાં આવ્યું હતું શોભાયાત્રા બાદ માર્કેટિંગ યાર્ડ હળવદ માંસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જિલ્લાના પ્રભારી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગોરીયા, સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.