જસદણના લીલાપુર ગામે મંત્રી બાવળીયા પ્રેરીત અનુ શ્રવણ તળાવ છલકાતા હરખની હૅલી આગૅવાનૉ દ્વારા વધામણા
જસદણના લીલાપુર ગામે મંત્રી બાવળીયા પ્રેરીત અનુ શ્રવણ તળાવ છલકાતા હરખની હૅલી આગૅવાનૉ દ્વારા વધામણા
જસદણ વિછીયા ના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે પીવાના પાણી યથા સિંચાઈ માટૅ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગત ઉનાળા માં જસદણ અને વિછીયા તાલુકાના આસપાસ વિસ્તારના અનેક તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા જેમાં લીલાપુર ગામે મેઘરાજા મહેરબાન થતા લીલાપુર ગામે બનાવવામાં આવેલ અનુ શ્રવણ તળાવ ઓવર નો થતા ગામના આગેવાન અને તાલુકા પંચાયતના સદસ્ય દામજીભાઈ કાકડીયા સહિતના આગેવાનો દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા જેમાં જસદણ ના પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી જસદણના ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ લોક સેવક નરેશભાઈ ચોહલીયા ભાજપના પૂર્વ મહામંત્રી નિમેશભાઈ શુક્લ અગ્રણી દીપકભાઈ રવીયા ઍટધીસ ટાઈમના હર્ષદભાઈ ચૌહાણ તાલુકા પંચાયત સદસ્ય દામજીભાઈ કાકડીયા મલસુરભાઈ ખાંભલા લીલાપુર, પ્રેમજીભાઈ કાકડીયા, સંજયભાઈ દેસાણી, કિરણભાઈ જોશી લીલાપુર, કાળુંભાઈ કાકડીયા, વાસાણી ગજુંભાઈ, લાલજી ભાઈ સાંબડ સહિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને લીલાપુર ગામમાં અનુ શ્રવણ તળાવ બનતા અનેક ખેડૂતને લાભ થશે જેને લઈને આ તમામ આગેવાનો અને ખેડૂતોએ મંત્રી બાવળિયાનો ખોબલૅ ખોબલૅ આભાર પ્રગટ કર્યો હતો.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.