રિદ્ધિસિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટન સામે રૂ.9 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઇ
રાજકોટમાં રિદ્ધિસિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના પલક કોઠારી સામે રૂ.9 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ઊંચું વળતર મેળવવા રોકાણ કરવાનું કહીં કોઠારીયા રોડ યાદવનગરના દિપક ગોહેલ સાથે ઠગાઈ થઈ છે. વોકહાર્ટ હોસ્પિટલ સામે કૈલાશ કોમ્પલેક્ષના ફલેટમાં રહેતા આરોપીએ ફરિયાદીને કહ્યું’તું, ‘તમારા રૂપીયા નહી ડુબે’ જે પછી માત્ર પાંચ માસ વળતર આપી ફોન પણ બંધ કરી દિધી હતો. યાજ્ઞિક રોડ પર માધવ કોમ્પલેક્ષમાં ઓફિસ ખોલી હતી જે બાદમાં બંધ કરી દીધી હતી. અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાનો આરોપ છે. ફરિયાદી દિપક ભરતભાઇ ગોહેલ (રજપૂત) (ઉ.વ. 35, રહે કોઠારીયા રોડ યાદવનગર શેરી નં.1)એ જણાવ્યું કે, મારે અમીન માર્ગ ઉપર રેડન એન્ડ ટેઇલરની સામે જીન્સ કલબ નામે દુકાન છે
એકાદ વર્ષ પહેલા એક અખબારમાં જાહેરાત હતી કે, રિદ્ધિસિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી દર મહિને આજીવન 7 ટકા રીટર્ન આપવામાં આવશે. આ જાહેરાત સાથે મોબાઈલ નંબર લખેલ હતા, જેમાં મેં ફોન કરતા યાજ્ઞિક રોડ પર ઇમ્પીરીયલ હોટલ સામે માધવ કોમ્પલેક્ષના પહેલા માળે 105 નંબરની તેમની ઓફિસ હોવાનું જણાવ્યું અને રૂબરૂ સંપર્ક કરવાનું કહેતા હું ત્યાં ઓફીસે ગયો હતો. ત્યાં પલક પ્રફુલભાઇ કોઠારી (રહે.કૈલાશ કોમ્પલેક્ષ ફલેટ નં. 7 વોકહાર્ટ હોસ્પિટલ સામે કાલાવાડ રોડ) હાજર હતા. તેઓને મેં કહેલ કે મારે તમારી કંપનીમાં પૈસાનુ રોકાણ કરવું છે જેથી તેઓએ મને કહેલ કે મારી કંપનીમાં રોકાણ કરવાથી તમને દર મહિને સારૂ વળતર મળશે. વગેરે બાબતો જણાવી પલકભાઇએ વિશ્વાસ જીતી લીધેલ હતો
અને ‘તમારા રૂપીયા નહી ડુબે’ તેવી બાહેધરી મળતા મે ઇન્વેસ્ટમેંટ કરવાનુ નક્કી કરેલ હતુ. વધુમાં દીપકભાઈએ જણાવ્યું કે, તા.9/6/2021 ના સવારના અગીયારેક વાગ્યાના વખતે રીધ્ધી સીધ્ધી ઇન્વેસ્ટમેંટની ઓફિસે ગયેલ અને ત્યારે આ કંપનીના પ્રોપરાઇટર પલક કોઠારી હાજર હોય અને તેઓને અમારે રૂ.9 લાખનુ રોકાણ કરવાનુ કહેતા આ પલક કોઠારીએ મને જણાવેલ કે દર મહિને પ્રોફિટ આપવામાં આવશે. મેં ચેક મારફત 9 લાખ આપ્યા હતા. આ બાબતે તા 14/6/2021 ના રોજ નોટરી કરાર 300ના સ્ટેમ્પ ઉપર એગ્રીમેંટ કરી આપેલ અને મને આશરે પાંચેક મહીના સુધી તેણે વળતર આપેલ અને ત્યાર પછી આપવાનુ બંધ કરી દીધેલ.
ત્યારબાદ થોડા ટાઇમ બાદ પલક કોઠારીએ તેની યાજ્ઞીક રોડ ઉપર આવેલ ઓફિસ બંધ કરી દિધેલ હતી ત્યારબાદ ફોન ઉપર કોન્ટેક થતો હતો તે ફોન પણ બંધ કરી દિધેલ હતો ત્યારબાદ મેં જે રૂપીયા ઇન્વેસ્ટ કરેલ તેનો પ્રતિઉતર મળતો ન હોય કોઇ વાર ફોન ઉપડેલ કોઇવાર ફોન ન ઉપાડે કોઇવાર ફોન બંધ કરી દે તેવુ બનતુ હતુ અવાર નવાર અમે ઇન્વેસ્ટ કરેલ રૂપીયાની ઉઘરાણી કરવા છતા અમારા રૂપીયા 9 લાખ આજ દિન સુધી પરત આપેલ નથી. બદદાનતથી અમારા પૈસા ઓળવી જઇ વિશ્વાસધાત કરી ઠગાઇ કરેલ હોય અને આ પલકભાઇએ અમારી જેમ બીજા ઘણા લોકોની સાથે વિશ્વાસધાત કરી ઠગાઇ કરેલ છે તેવું મને જાણવા મળતા મેં ફરિયાદ નોંધાવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.