ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઈ.) ‘ગૌકુલમ’ સીરીઝ અંતર્ગત ગૌ સંવર્ધન” વિષય પર વેબીનાર યોજાશે
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઈ.) 'ગૌકુલમ' સીરીઝ અંતર્ગત ગૌ સંવર્ધન" વિષય પર વેબીનાર યોજાશે
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉં બેઝડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઈ.) દ્વારા 'ગૌકુલમ' વેબીનાર સીરીઝ અંતર્ગત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌસેવા ક્ષેત્રે કાર્યરત વકતાઓનું માર્ગદર્શન સમગ્ર રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વના ગૌપ્રેમીઓને મળે તે દિશામાં ટેકનોલોજીના માધ્યમથી સુંદર પ્રયાસ કરવામાં આવી રહયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાયને આપણે ગૌધન કહીએ છીએ, ગાય આપણી સંસ્કૃતિનો આધાર છે, ગૌ માતાની મહતાને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે કિશાન, મજદૂર, યુવાન, મહિલા, ગૌપાલક સમૃધ્ધ થઈ શકે અને સાથે સાથે ભારત વર્ષની સમૃધ્ધિમાં વધારો કરી શકે. ભારતનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 'ગૌધન' અને 'ગોબર થી ગોલ્ડ' ના માધ્યમથી ''મેક ઈન ઈન્ડિયા' અને 'આત્મ નિર્ભર ભારત' નાં સ્વપ્નને સાકાર કરવામાં ગૌ આધારિત ઉમિતાનો ખૂબ મોટો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
'ગૌકુલમ' વેબીનાર સીરીઝ અંતર્ગત તા. ૧૮, જુલાઈ, મંગળવારના રોજ 'ગૌ સંવર્ધન" વિષય પર શ્રવણકુમાર ગર્ગ (ચેરમેનશ્રી, હરીયાણા ગૌસેવા આયોગ) પોતાનું માર્ગદર્શન આપશે, આ વેબીનારનું સંચાલન શ્રીમતી શતાબ્દી પાંડે દ્વારા કરવામાં આવશે.
આ વેબીના૨ને જી.સી.સી.આઈ.નાં ફેસબુક પેઈઝ OfficialGCCI યુ ટયુબ પેઈઝ GlobalCowConfederation પર લાઈવ નિહાળી શકાશે.
આ વેબીનાર અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), પુરીશકુમાર (મો.૮૮૫૩૫ ૮૪૭૧૫), અમિતાભ ભટનાગર (મો.૮૦૭૪૨ ૩૮૦૧૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.