હિંગોળગઢના જંગલમાં ભીમ કુઇ ખાતે મોદીના સુવર્ણકાળના નવ વર્ષ પૂર્ણ થતા મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને જસદણ વિછીયા શહેર તાલુકા ભાજપની ટિફિન બેઠક યોજાઈ - At This Time

હિંગોળગઢના જંગલમાં ભીમ કુઇ ખાતે મોદીના સુવર્ણકાળના નવ વર્ષ પૂર્ણ થતા મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને જસદણ વિછીયા શહેર તાલુકા ભાજપની ટિફિન બેઠક યોજાઈ


હિંગોળગઢના જંગલમાં ભીમ કુઇ ખાતે મોદીના સુવર્ણકાળના નવ વર્ષ પૂર્ણ થતા મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને જસદણ વિછીયા શહેર તાલુકા ભાજપની ટિફિન બેઠક યોજાઈ

ગામડે ગામડે ખાટલા બેઠકો ટિફિન બેઠકો યોજી લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવા તથા વિકાસ ગાથા નૅ ઘર ઘર સુધી પહોંચાડવા કુંવરજીભાઈ ની ટકોર જસદણ વિંછીયા શહેર તાલુકા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુવર્ણ કાળના નવ વર્ષ પૂર્ણ થતા જસદણ વિછીયાના
ધારાસભ્ય અને રાજ્યના સરકાર ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને ટિફિન બેઠક યોજવામાં આવી હતી વીંછીયાના હિંગોળગઢ ના રમણીય જંગલમાં ભીમ કુઈ ખાતે કુદરતી નયન રમણીય વાતાવરણમાં જસદણ વિછીયા શહેર તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકરો તેમજ વિવિધ મોરચો તેમજ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા સહિતના સદસ્યો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુવર્ણકાળના નવ વર્ષ પૂર્ણ થવા પર ગામડે ગામડે જઈ ખાટલા બૅઠકૉ ટિફિન બેઠકૉ યોજી અને વિકાસની સરવાણી ની ગાથા જનજન સુધી પહોંચાડવા જણાવ્યું હતું વધુમાં કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર તેમજ કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડ્યા છે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ તેમજ લોક ઉપયોગી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તમામ શ્રેણીના આગેવાનો કાર્યકરોને જણાવ્યું હતું કે ગામડે ગામડે ખાટલા બેઠક તેમજ ટિફિન બેઠક યોજી સરકારની વિકાસની ગાથા ઘરઘર સુધી પહોંચાડવા તેમજ લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ અંતમાં ટકોર કરી હતી કાર્યક્રમના અંતે સૌ આગેવાનો કાર્યકરો ટિફિન સાથે લઈને આવેલ હોય હિંગોળગઢ જંગલના નયન રમ્ય આહલાદાયક કુદરતી નૅચરલ વાતાવરણમાં સૌ આગેવાનો કાર્યકરોએ મંત્રી સાથે બેસી અને બપૉરા ભોજન આરોગી સંતુષ્ટ થયા હતા.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.