ભાવનગર જિલ્લામાં ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા તા.૧૦ થી ૧૪ જુલાઈ યોજાશે - At This Time

ભાવનગર જિલ્લામાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા તા.૧૦ થી ૧૪ જુલાઈ યોજાશે


કલેક્ટરશ્રી આર.કે.મહેતા ની અધ્યક્ષતામાં પૂરક પરીક્ષાની સંકલન બેઠક યોજાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસ.એસ.સી ધોરણ - ૧૦ અને એચ.એસ.સી ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા- ૨૦૨૩ આગામી તારીખ ૧૦-૦૭-૨૦૨૩ થી તારીખ ૧૪-૦૭-૨૦૨૩ સુધી સવારના ૧૦:૩૦ કલાક થી સાંજના ૬:૩૦ કલાક દરમિયાન સવાર અને બપોર એમ બે સેશનમાં રાખવામાં આવેલ છે. ધો. ૧૦ માં ૧૭૯ બ્લોકમાં ૭૭૨૩ વિધાર્થીઓ, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૯ બ્લોકમાં ૫૭૧ વિધાર્થીઓ, ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૮ બ્લોકમાં ૨૦૩૦ વિધાર્થીઓ એમ કુલ ૨૭૬ બ્લોકમાં ૨૮ બિલ્ડિંગ ખાતે પરીક્ષા યોજાનાર છે.

ભાવનગર જિલ્લામાં ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા યોજાવનાર છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એ.પંડ્યા દ્વારા પરીક્ષા અંગે પૂર્ણ થયેલ અને આગામી દિવસોમાં થવાના કામ અંગે જાણકારી આપવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા જરૂરી વ્યવસ્થા સાથે સુચારુ રૂપે પરીક્ષા યોજાય તથા સતર્કતા સાથે નિષ્ઠા દ્વારા કાર્ય સંપૂર્ણ કરવાની સૂચના અધિકારીઓને આપી હતી.

આ બેઠકમાં પરીક્ષા સમિતિના પધાધિકારીઓ/સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર-અશોક ચૌહાણ

ગારિયાધાર

ભાવનગર
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.