લોકેશન : હિંમતનગર ટીકર : આગ લાગશે ત્યારે કૂવો ખોદશે હિંમતનગર સરકારી તંત્ર! - At This Time

લોકેશન : હિંમતનગર ટીકર : આગ લાગશે ત્યારે કૂવો ખોદશે હિંમતનગર સરકારી તંત્ર!


લોકેશન : હિંમતનગર

ટીકર : આગ લાગશે ત્યારે કૂવો ખોદશે હિંમતનગર સરકારી તંત્ર!

એન્કર : ફાયર સેફટી બાબતે હાઇકોર્ટ સરકારને વારંવાર તાકીદ કરતી હોવા છતાં સાબરકાંઠા જિલ્લા બહુમાળી ભવન માં બેસતા અધિકારીઓ ને કંઇ પડી ન હોય તેમ અહીં ફાયર સેફટીના નામે મીંડું જોવા મળી રહ્યું છે.

તો જ્યાં ફાયર સેફ્ટીની બોટલો લાગી છે તે એક્સપાયર ડેટ હાલતમાં જોવા મળી રહી છે.

• બોટલ રિફીલ કરાવેલ તારીખ: ૧૫/૦૬/૨૦૨૦ અને
એક્સપાયર તારીખ: ૧૪/૦૬/૨૦૨૩

ફાયર સેફટીના નિયમો અમલ કરવાની જવાબદારી નગરપાલિકાની છે છતાં નગરપાલિકા પાણીમાં બેસી ગયું હોય તેમ તપાસ કરવાની પણ તસ્દી લેતું નથી.

રાજ્યમાં આગના બનાવોની એકટ વધુ મજબૂત બનાવાઇ છે. હાઇકોર્ટ પણ અવારનવાર આ બાબતે ટકોર કરતી હોય છે છતાં નિયમોનો અમલ કરવાની જગ્યાએ અધિકારીઓ પોતાની મસ્તીમાં જોવા મળી રહ્યા છે.

હિંમતનગર બહુમાળી ભવનમાં રોજના હજારો અરજદારો, પ્રજાજનો,કર્મચારીઓ અધિકારીઓ અને નેતાઓની અવરજવર કરતા હોય છે.

જેથી ફાયર સેફ્ટી પણ જરૂરી બને છે પરંતુ બહુમાળી ભવનમા ફાયર સેફટીના નામે મીંડું જોવા મળી રહ્યું છે તો કલેકટર કચેરીના બીજા માળે આવેલ બ્લોક-એ માં ફાયર સેફટીની એક્સપાયર ડેટ બોટલો લટકતી જોવા મળી રહી છે.

જો ખાનગી સેક્ટર માં ફાયર સેફ્ટી કે ફાયર સાધનો ન લગાવ્યા હોય તો માહિતી મળતા જ અધિકારીઓ સૂરા થઈને તપાસ કરવા માટે પહોંચી જતા હોય છે પરંતુ બ્લોક-બે માં પ્રાંત કચેરી પાસે લગાવેલી ફાયર સેફટીની બોટલો એક્સપાયર ડેટ હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓ તપાસ કરવામાં પાછી પાની કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.