બરવાળા તાલુકાના કુંડળ ગામે ફૌજી જવાન ફરજ નિવૃત થઈ વતન પરત આવતા ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત સન્માન કરાયું તો સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા સંતોએ કર્યું પુષ્પ હાર થી સન્માન - At This Time

બરવાળા તાલુકાના કુંડળ ગામે ફૌજી જવાન ફરજ નિવૃત થઈ વતન પરત આવતા ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત સન્માન કરાયું તો સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા સંતોએ કર્યું પુષ્પ હાર થી સન્માન


બરવાળા તાલુકાના કુંડળ ગામ ખાતે ના વતની અને ભારતીય સેનામાં છેલ્લા 30 વર્ષની સેવા બજાવી નિવૃત થઈ વતન પરત ફરતા ફૌજી જવાન કમીજળીયા પર્વતભાઈ લખમણભાઈ નું આજરોજ કુંડળ ગામ ખાતે ડી.જે.ના તાલે દેશભક્તિ ના ગીતો સાથે ભવ્ય રેલી યોજી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, ફૌજી જવાન એ પ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા હતા તો સંતોએ પ્રસાદી ની પુષ્પ માળા પહેરાવી સ્વાગત સન્માન કરી આશીર્વાદ પાઠવ્યા હતા તો મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ પંથકના લોકો આ સ્વાગત સન્માન રેલીમાં જોડાયા હતા.

બોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.