વેરા વળતર યોજનામાં રૂ.180.54 કરોડની રેકોર્ડ બ્રેક આવક, 20 મિલકતો સીલ કરી 15ને જપ્તીની નોટિસ અપાઈ
રાજકોટ મનપાની એડવાન્સ વેરા વળતર યોજનાનો પ્રથમ તબકકો આવતીકાલે પૂરો થઇ રહ્યો છે. આ વર્ષે આ સ્કીમમાં પોણા ત્રણ લાખ જેટલા પ્રમાણિક લોકો જોડાતા બપોર સુધીમાં રૂ. 180.54 કરોડની ટેકસની આવક થઇ છે. જેમાં મનપાએ 19.50 કરોડનું વળતર ચુકવ્યું છે. તો આજે રિકવરી ઝુંબેશ દરમિયાન વધુ 20 મિલકતો સીલ કરી 15ને જપ્તીની નોટિસ અપાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.