દામનગર પાલિકા ની ચૂંટણી સમયે હાસ્યસ્પદ વચનો તો દૂર પણ ગેસ એજન્સી પાસે ખાડા પુરવા ૭૨ લાખ નું વળતર મેળવ્યું ખાડા પૂરો - At This Time

દામનગર પાલિકા ની ચૂંટણી સમયે હાસ્યસ્પદ વચનો તો દૂર પણ ગેસ એજન્સી પાસે ખાડા પુરવા ૭૨ લાખ નું વળતર મેળવ્યું ખાડા પૂરો


દામનગર પાલિકા ની ચૂંટણી સમયે હાસ્યસ્પદ વચનો તો દૂર પણ ગેસ એજન્સી પાસે ખાડા પુરવા ૭૨ લાખ નું વળતર મેળવ્યું ખાડા પૂરો

દામનગર શહેર માં બે વર્ષ પહેલાં પાલિકા ની સામાન્ય ચૂંટણી માં આપેલ એકપણ વચનપૂર્તિ કરાય નથી મોટા ભાગ ના વચનો હવા થઈ ગયા શહેર માં ક્યાં વિસ્તાર માં ક્યાં વારે સફાઈ કરાય છે ? શહેર ના દરેક વિસ્તારો વેજનાથનગર ઘનશ્યામનગર શિવનગર પરમાણદ સોસાયટી ઉંડપા પુરબીયા શેરી પોપટપરા ધાંચીવાડ શાકમાર્કેટ પાછળ કોળીવાડ ઢીકૂડી સીતારામનગર ૧૧૧ પ્લોટ આંબેકડરનગર આનંદનગર હરેકૃષ્ણનગર મારુતિ ભગીરથ ભવાની ચોક બહાર પરા ખોડિયારનગર ગાયત્રીનગર બહારપરા બગીચા પ્લોટ ઠાંસારોડ શ્રીજીનગર અવધ સોસાયટી જે.ડી પાર્ક ગોકુલનગર સિપાઈ શેરી ગંધિયા શેરી માં કાયમી સફાઈ નહિ પણ ક્યારેક સપ્તાહ માં એકઆદ વાર સફાઈ કરાય છે કાયમી સફાઈ કામદારો આ વિસ્તારો માંથી નથી શહેર ના દરેક વિસ્તાર માટે ગેસ એજન્સી એ ઘેર ઘેર ગેસ કનેક્શન ના ખાડા પુરવા ૭૨ લાખ નું વળતર પાલિકા તંત્ર એ વળતર મેળવ્યું પણ ખાડા પુરવા નું કામ થયું નથી ભલે ૭૨ લાખ નો ભાગ પાડી લીધો પણ ચૂંટણી સમયે અપાયેલ વચનપૂર્તિ માટે મેદાન સીસી ટીવી BPL સર્વે કોલેજ જનસેવા કેન્દ્ર રેવન્યુ ઉતારા જેવા અનેક મોટા મોટા વચનો આપ્યા તે લોકસભા ૨૦૨૪ પહેલાં પુરા થશે પણ અત્યારે ખાડા પૂરો એક વર્ષ કરતા વધુ સમય થી શહેર ના આંતરિક રસ્તા ઓની હાલત એકદમ ખરાબ છે પાલિકા ની ચૂંટણી સમયે આટલા બધા મોટા મોટા ખર્ચ વાળા વચનો માટે સરકાર માં બજેટ આપે ત્યારે સીસી ટીવી બી પી એલ સર્વે રેવન્યુ ઉતારો જનસેવા કેન્દ્ર આપજો પણ શહેર ના દરેક વિસ્તાર માં ખાડા પૂરો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.