માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી પરપ્રાંતિય યુવકે મોતને વ્હાલું કર્યું
ફોર્ચ્યુન હોટલ પાછળ સરસ્વતી નગર-10માં રહેતો ઈશ્વરભાઈ શંકરલાલ દબોડ (ઉ.વ.34) વ્હેલી સવારે ઘરે થી નિકળી ગયા બાદ માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. અને જરૂરી કાગળો કરી પરીવારને જાણ કરી મૃતદેહને પી.એમ.અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડયો હતો.વધુમાં મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે ઈશ્વર તેમના ઘરે મજુરીકામ અર્થે વતન માંથી ચાર દિવસ પહેલા જ આવ્યો હતો અને વ્હેલી સવારે ઘરેથી નિકળી ગયા બાદ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે તેઓ પણ અજાણ હોવાનું કહ્યું હતું. મૃતકત્રણ ભાઈમાં વચ્ચેર છે. બનાવ અંગે મધ્યપ્રદેશ રહેતાં મૃતકના પરીવારને જાણ કરી પોલીસ તપાસ યથાવત રાખી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.