અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની મુલાકાત
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ આકરૂન્દ ગામમાં આવેલ સંદેશ લાઈબ્રેરી ખાતે માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ મુલાકાત કરી.વિધાનસભા અધ્યક્ષશ્રીએ સંબોધન કરતા જણાવ્યું,દેવેન્દ્ર ભાઈ પટેલના આકરૂન્દમાં આવીને પોતીકાપણું લાગ્યું છે, જ્ઞાન અને માહિતી બંનેના સમન્વયથી બનેલી આ લાયબ્રેરી બનેલી છે. હું પણ આજે સંકલ્પ કરું છું કે મારાં વિસ્તાર અને ગામમાં પણ આવો અનોખો પ્રયાસ જરૂર કરીશ. જ્ઞાનની સદીની શરૂયાત થઈ હોય અને એક ગામડામાં પ્રાથમિક શાળામાં આવી સુંદર લાઈબ્રેરી બને અને લાભ મળે આ ખુબજ સુંદર આયોજન છે.દેવેન્દ્રભાઈ આજે દેશ દુનિયામાં જાણીતા થયા તેમછતા પોતાના વતનને યાદ રાખ્યું છે, પોતાની ધરતી પ્રત્યે પ્રેમ રાખવો તે અદભુત વાત છે જેને હું બિરદાવું છું. આજે આખુ ગામ મારો પરિવાર છે એ ભાવ સાથે પ્રાથમિક શાળા પસંદ કરીને આવી સુંદર લાયબ્રેરી બનાવી અને એમાં પુરા ગામના લોકોનો સહયોગ મળ્યો છે આજે તેમનું આ સપનું પૂરું થયું છે તો આ ગામના વિદ્યાર્થીઓ અને યુવાનોને ઉત્સાહ પૂરો પાડે છે.આજે કુદરતના ખોળે આવેલું આ ગામ સુંદર ઉદાહરણ સ્થાપે છે. આર્થિક પ્રગતિ સાથે ધરતી સાથે જોડાઈ રેહવું અને જીવંત રાખવાની તક આજે અહીંયા દેખાય છે.દેવેન્દ્ર ભાઈ પટેલ આજે યુવાનો માટે આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. આવા સુંદર વિચાર થકી આ આયોજન કરવામાં આવ્યું અને આજે જ્ઞાનની સદીમાં જ્ઞાનનો દિપક પ્રજ્વલિત કરવામાં સફળતા મેળવી છે તે માટે શુભેચ્છાઓ પાઠવું છું.'
આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર અને લેખક પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ,જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ ગામના વડીલો અને મોટી સંખ્યમાં ગામની જનતા ઉપસ્થિત રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.