બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપવાસ, ધારણા કે સભાઓનું આયોજન કરવાં સહિત કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ - At This Time

બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપવાસ, ધારણા કે સભાઓનું આયોજન કરવાં સહિત કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ


બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપવાસ, ધારણા કે સભાઓનું આયોજન કરવાં સહિત કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ

બોટાદ જિલ્લામાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને તા.૧૯/૦૫/૨૦૨૩ થી તા.૧૭/૦૭/૨૦૨૩ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે તથા આ પ્રતિબંધિત વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ કોઈએ ઉપવાસ પર બેસવું નહીં કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહીં, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં, કોઈપણ વ્યકિતએ પૂર્વ મંજૂરી સિવાય લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહીં તેમજ કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે ન રાખવા અંગે ઉક્ત પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ સરકારી નોકર કે સરકારશ્રીની ફરજ પર હોય તેવી વ્યક્તિઓને લાગું પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે કોઇપણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેના ઉપરના અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.